હળવદના ચરાડવા ગામ પાસે

વાવાઝોડાંને લીધે આંધી આવતાં આગળ જતો ટ્રક ન દેખાયો ને થયો જીવલેણ અકસ્માત

હળવદ :  હળવદ તાલુકાના ચરાવડા ગામ પાસે કે ટી મીલ પાસે ટ્રક પાછળ
ધડાકે ભેર એકટીવા ઘૂસી જતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ ભર્યું મોત નિપજ્યું
હતું
, જ્યારે
અન્ય એકને ગંભીર  ઈજા થતાં મોરબી સારવાર
અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસે પહોંચીને  ટ્રાફીક હળવો
?કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 હળવદ પોલીસ પ્રાપ્ત
માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કે ટી મીલનજીક સાંજના સમયે રોડમાં કામ
કરતા  સુપરવાઈઝર  અને તેના સાથી મિત્ર બંને યુવાનો એકટીવા લઈને
મોરબી તરફ થી આવી રહ્યા હતા. ત્યારે ચરાડવા કે ટી મીલ નજીક  પહોંચતા અચાનક વાતાવરણમાં પલટો આવેલ અને
વાવાઝોડાના સમયે આગળની ટ્રક ન દેખાતા પાછળથી ધડાકેભેર એકટીવા અંદર ઘૂસી જતા
સાકરીયા જયરાજભાઇ દેવશીભાઈ
,(ઉ.૨૮ રહે, આનંદપુરા
ચોટીલા.જી. સુરેન્દ્રનગર)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે
બીજાને ગંભીર ઈજા થતા મોરબી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા  ચરાડવા 
બીટ જમાદાર શકિતસિહ ઝાલા  તથા
હરવિજયસિહ ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 
મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ 
પીએમ માટે ખસેડી આગળની  કાર્યવાહી
હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *