પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી તસ્કરો દ્વારા હાથફેરો
એરફોર્સના અધિકારી વતન જતાં દાગીનાની ઉઠાંતરી
રહેણાક મકાન માંથી કોઈ તસ્કરો રૃ.૧ લાખ ૩૦
હજાર ની કિંમતના સોના – ચાંદીના ઘરેણાંની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં
આવતાં પોલીસ કાફલો તપાસ અર્થે દોડી ગયો
હતો.
પ્રતિબંધિત
ગણાતા જામનગરનાં એરફોર્સમા ફરજ બજાવતા અને ત્યાં જ સ્ટાફ કવાટરમાં રહેતા
એરફોર્સનાં અધિકારી અભયપ્રતાપસિંહ રવીન્દ્રનથસિંહનાં બંધ રહેણાક મકાનમાંથી કોઈ
તસ્કરો રૃ.૧ લાખ ૩૦ હજારની કિંમતનાં સોના ચાંદીનાં ઘરેણાની ચોરી કરી લઇ ગયા હતા.
મૂળ ઉત્તર પ્રદેશનાં વતની એવા એરફોર્સનાં અધિકારી ઘરને તાળા
મારીને રજા ઉપર વતનમાં ગયા હતા અને ગઈકાલ પરત ફર્યા હતા. ત્યારે તેમને પોતા નાં
ઘરનાં તાળા તૂટેલા જોવા મળતા તેઓ એ તુરતજ પોલીસમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા પો.સબ.ઈન્સ. એચ વી.
પીપળીયા એ તપાસ હાથ ધરી છે. એરફોર્સ નો વિસ્તાર પ્રતિબંધિત છે. આથી સામાન્ય વ્યક્તિ
એરફોર્સ વિસ્તારમાં પ્રવેશ કરી શકતો નથી. ત્યારે જ આ પ્રતિબંધિત વિસ્તરમાં થયેલી
ચોરીનાં બનાવ એ ભારે ચર્ચા જગાવી છે.