અંકલેશ્વર ખાતે ધંધામાં નુકસાની જતા વ્યાજે લીધા હતા

પાંચ લાખના દસથી બાર લાખ ચુકવી દીધા છતાં ઉઘરાણી કરાતી હતીબોખીરા વિસ્તારમાં રોડ પર ઝેર પી લેતાં મોત

પોરબંદર :  મૂળ પોરબંદરના અને ધંધા માટે અંકલેશ્વર રહેતા હરીશ થાનકી
(ઉ.વ.૫૩)એ બોખીરા રોડ પર ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ થયું હતું
, જે કિસ્સામાં
તેના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે વ્યાજખોરના ત્રાસથી તેમના
પુત્રએ આપઘાત કરવો પડયો હતો.

છાંયા વિસ્તારમાં આવેલા દેવજી ચોકના વાછરા ફળિયામાં રહેતા
૭૪ વર્ષના વૃદ્ધ ભીમજીભાઈ કરશનજી થાનકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે
, છ-સાત વર્ષ પહેલા
તેનો પુત્ર હરીશ કામધંધા અર્થે અંકલેશ્વર ગયો હતો
, ત્યાં તેણે ફેબ્રિકેશનનો ધંધો શરૃ કર્યો હતો. ૨૦૨૩ની દિવાળી
સમયે તેનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી અને મજુરોનો પગાર ચુકવી શક્યો ન હોવાથી
મજુરોને દિવાળી પહેલા પૈસા ચુકવવા પડે એમ હતા. ત્યારબાદ છાંયાના મેઈન રોડ પર
બાલક્રિષ્ન એવન્યુમાં ભીમજીભાઈનો ફ્લેટ હતો એ તેમના જાણીતા મુન્નાભાઈ મેર પાસે
ગીરવે મુકીને દસ લાખ રૃપિયા હાથ ઉછીના લીધા હતા
, જે પૈકી સાત લાખ લઈને અંકલેશ્વર ગયા હતા. મજુરોના ચુકવવાના
થતા છ લાખ અપાઈ ગયા બાદ છેલ્લે એક વ્યક્તિ ત્યાં આવી હતી અને તેનું નામ રાજેશ
ઉર્ફે ભગત પ્રજાપતિ હોવાનું પુત્ર હરીશે જણાવ્યું હતુ. તેને ૮૦
,૦૦૦ રૃપિયા આપ્યા
હતા. રાજેશ ત્યાંથી ચાલ્યો ગયો પછી હરીશે તેના પિતાને વાત કરી કે
, દોઢ વર્ષ પહેલા
પૈસાની જરૃરત ઉભી થતા પાંચ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા અને તેનું દર મહીને ૨૦ ટકા
લેખે એક લાખ રૃપિયા વ્યાજ ભરતો હોવાનું જણાવ્યુ હતુ. વ્યાજના પંદર લાખ રૃપિયા
ચૂકવી દીધા હોવા છતાં દર મહીને લાખ રૃપિયો માંગતો હતો.

પિતા પોરબંદર આવતા રહ્યા પછી પુત્રએ ફોન પર જણાવ્યુ હતું કે, રાજેશ ઉર્ફે ભગત
પ્રજાપતિએ ૩૦૦ રૃપિયાના સ્ટેમ્પમાં એવું લખાણ કરાવ્યું હતું કે
, અંકલેશ્વરવાળું
મકાન વેંચાઈ જાય એટલે પાંચ લાખ દેવાના રહેશે. ત્યારબાદ રાજેશ પ્રજાપતિના ઘણી વખત
ફરીયાદીને પણ ફોન આવતા હતા
.
તા.૧૭/૨ના હરીશની સાળીની પુત્રીના લગ્ન હોવાથી તે પોરબંદર આવ્યો હતો, જે દરમિયાન પણ
અવારનવાર રાજેશ પ્રજાપતિના ફોન ચાલુ જ હતા. તા.૨૪ના બપોરે હરીશ તેના પિતાને
હું બોખીરામાં
રાજુભાઈની ઘંટીએ બેસવા જાવ છુ

કહીને ગયો હતો અને ત્યાંથી પરત ફરીને ઘરે આવ્યો ત્યારે હરીશને ઉલ્ટીઓ થવા લાગી
હતી. પિતાએ તેને પુછતા એવું જણાવ્યું હતું કે
, હું રાજેશ પ્રજાપતિના પૈસા ચુકવી શકું તેમ નથી એટલે દવા
પીધી છે
, દર મહીને
લાખ રૃપિયાનું વ્યાજ ચુકવવું પડે છે અને હવે મારા મકાન ઉપર તેની નજર છે
, જે સહન થતું નહી
હોવાથી પોતે દવા પીધી હોવાનું જણાવ્યું હતુ. હોસ્પીટલે સારવાર માટે લવાયેલ હરીશનું
મોત નીપજ્યું હતું.

હરીશની આત્મહત્યા પછી પણ રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિએ
ભીમજીભાઈને ફોન કરીને
હું
તમારા દીકરા પાસે રૃપિયા માગું છુ એ તમે ચુકવી આપો
તેમ કહ્યું હતું. આમ,
આ વ્યક્તિના ત્રાસને કારણે પુત્રએ આપઘાત કર્યો છે તેથી પુત્રના મોતના જવાબદાર
રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિ સામે નાણા ધીરધારની કલમ અને પુત્રને મરવા માટે મજબુર
કર્યાની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *