મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
પત્ની રાશન કાર્ડ લેવા જતાં ધક્કો મારી પછાડી દીધી, મહિલાએ અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી
પરિણીતાએ પતિ રમેશ સવજી ડાભી સામે ત્રાસ આપી,
મારકૂટ કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ભારતીબેને જણાવ્યું છે કે રપ વર્ષ પહેલાં તેના
લગ્ન થયા હતા. સાસરિયા ભાયાવદર રહે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બંને
પુત્રી સાસરે છે. ર૦૦૦માં પતિ,
બાળકો સાથે રાજકોટ રહેવા આવી હતી.
બાદમાં પતિએ ત્રાસ આપવાનું શરૃ કરતાં ર૦૧૧માં તેના વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં
ચાલી જતાં સમાધાન થઈ જતાં પતિ સાથે ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટર ખાતે રહેવા આવી
ગઈ હતી.
પતિને બે મહિલાઓ સાથે મિત્રતા થઈ જતાં તેને ત્રાસ આપવાનું
શરૃ કર્યું હતું. પતિ છેલ્લા છ મહિનાથી અલગ કયાં રહે છે તેની ખબર નથી. તેના પતિની
તેના ઘરથી નજીક ગુરૃપ્રસાદ ચોક નજીક આવેલી ઓફીસમાં ઉઠક-બેઠક છે. હવે તેને આવાસ
યોજનાના કવાર્ટરનું ફોર્મ ભરવું હોવાથી રાશન કાર્ડની જરૃર હતી.
જેથી આજે સવારે પતિની જયાં બેઠક છે ત્યાં ગઈ હતી. તે વખતે
પતિએ પોતાના ટુ વ્હીલરની ડેકીમાંથી રાશન કાર્ડ કાઢી આપી દીધા બાદ, ગાળો ભાંડી, ધકકો મારી, પાડી દીધી હતી.
જેના કારણે કપાળ અને ડાબા ખભાના ભાગે મુંઢ ઈજા થઈ હતી. પુત્રએ વચ્ચે પડી વધુ મારથી
બચાવી હતી. જેને કારણે પછીથી મહિલા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.