Vaodara Liqour Crime : વડોદરામાં પાદરા તાલુકાના માંસર ગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાંથી દારૂનો મોટો જથ્થો મળતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાદરા તાલુકાના માસર ગામની સીમમાં બ્રાહ્મણવશી તરફ જવાના રસ્તે બ્રિજેશ પટેલ ઉર્ફે લાલો વિનુભાઇ પટેલના દિવાલાના વાવેતરવાળા ખુલ્લા ખેતરના શેઢા પર ઝાડી ઝાંખરામાં અતુલ બીપીનભાઇ દેસાઇ (રબારી) (રહે. મોભા સ્ટેશન, પાદરા) તથા રમેશભાઇ ઉર્ફે દપો સુરસંગ પરમાર (રહે. માસર, પાદરા) એ દારૂનો જથ્થો સંતાડી તેનું છુટ્ટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
ખેતરના ઝાડી ઝાંખરામાંથી દારૂની દારૂની 26 પેટીઓ મળી છે. કુલ 747 ટીન-બોટલો મળી રૂ.78 હજાર કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે અતુલ બીપીનભાઇ દેસાઇ તથા રમેશભાઇ ઉર્ફે દપો સુરસંગ પરમાર સામે વડું પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી અતુલ બીપીનભાઇ દેસાઇની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.