સુરત

અમરોલી
વિસ્તારમાંથી ચાર વર્ષ પહેલા ધર્મેશ બારડ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ઃ પીડિતને રૃા.
50 હજાર વળતર ચૂકવવા
હુકમ

    

ચારેક
વર્ષ પહેલાં અમરોલી પોલીસની હકુમતમાં રહેતી
16 વર્ષ 19 દિવસની વય
ધરાવતી તરૃણીને વાલીપણાના કબજામાંથી સંમતિ વિના ભગાડી જઈને જાતીય હુમલો કરનાર
પરણીત આરોપી યુવાનને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે ઈપીકો-
354(ક),363,366 તથા પોક્સો એક્ટની કલમ-8 ના ગુનામાં દોષી ઠેરવી ત્રણ
વર્ષની સખ્તકેદ
,5 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ
તથા ભોગ બનનારને
50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આજથી
ચારેક વર્ષ પહેલાં અમરોલી પોલીસ મથકની હકુમતમાં રહેતા ફરિયાદી પિતાએ ગઈ તા.
25-2-20ની રાત્રે પોતાની
16 વર્ષ 19 દિવસની વયની સગીર પુત્રીનું
કોઈ અજાણ્યા ઈસમે લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલીપણાના કબજામાંથી અપહરણ કરી ગયા
હોવા અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન અમરોલી પોલીસે
આરોપી ધર્મેશ મહેશભાઈ બારડ નામના  પરણીત
યુવાનને ભોગ બનનાર તરૃણી સાથે ઝડપી પાડીને આરોપી વિરુધ્ધ ફરિયાદીની સગીર પુત્રીનું
બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જઈને જાતીય હુમલો કરી પોકસો એક્ટના
ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ
આરોપી ધર્મેશ બારડ વિરુધ્ધનો કેસ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી
સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે કુલ
16 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી ધર્મેશ
બારડને આક્ષેપિત તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે આરોપી
ગરીબ યુવાન તથા મજુરી કામ કરતા હોઈ ફરિયાદી દ્વારા ખોટી રીતે હાલના કેસમાં ફસાવી
દીધો હોય સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે આરોપી પરણીત
હોઈ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં તેને અપહરણ કરીને આખી રાત પોતાની પાસેરાખી
શારીરિક અડપલાં કરીને જાતીય હુમલો કર્યો છે.આવા ગુના સમાજમાં બનતા હોઈ સમાજમાં
દ્રષ્ટાંત બેસે તે રીતે મહત્તમ સજા તથા દંડ કરી ભોગ બનનારને વળતર ચુકવવા માંગ કરી
હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી ધર્મેશ બારડને ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા
ફટકારી ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ
50 હજાર
વળતર ચુકવવા હુકમ કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *