Image: freepik 

પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્ની પર કુહાડી મારીને હત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બની હતી. આ ઘટનામાં તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

શા માટે કરાઇ હત્યા?

પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે. જેના કારણે આરોપી સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો. પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો.તેથી તેણે પોતાના પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધા. કાળજુ કંપાવી દે તેવી આ ઘટનામા આરોપી સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

આરોપીએ પોલીસને શું કહ્યું?

પોલીસે મીડિયાને જણાવ્યું કે, આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને કહ્યું કે, તે હવે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકશે નહીં, જેના કારણે તેણે હત્યા કરી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે, પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે, સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરવા પર તણાઈ ગયા છે. 

પાકિસ્તાનમાં દર વર્ષે આવી ઘટનાઓ બને છે

ગરીબીથી પીડિત પાકિસ્તાનમાં આ પહેલા પણ આવો કિસ્સો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ વર્ષ 2019માં આવો કિસ્સો સામે આવ્યો હતો. તે દરમિયાન મોહમ્મદ અજમલ નામના વ્યક્તિએ તેની સાસુ અને ત્રણ ભાભી સાથે મળીને તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી.માનવાધિકાર સમૂહ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે સેંકડો મહિલાઓ અને બાળકોની તેમના પરિવારો દ્વારા હત્યા કરવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *