જકાર્તા,૧૨ ઓગસ્ટ,૨૦૨૪,સોમવાર
જાપાનની બુલેટ ટ્રેન ઉન્નત ટેકનોલોજી ધરાવે છે. ચીન પણ પાટા પર દોડતી ઝડપી ટ્રેનોનું નેટવર્ક ધરાવે છે. ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પર કાર્ય શરુ થયું છે પરંતુ એક દેશ એવો છે જે ભારત કરતા પણ આર્થિક સ્થિતિ સારી ધરાવતો ન હોવા છતાં દુનિયામાં સૌથી ઝડપી રેલવે નેટવર્ક ધરાવતો બીજા ક્રમનો દેશ છે. રેલવેને ડબલ ટ્રેક પર બનાવવામાં આવી છે જે ૩૫૦ કિમી પ્રતિ કલાક ચલાવી શકાય છે.
રેલવેના નેટવર્કનો ૧૧ ટકા હિસ્સો ૧૩ સુરંગોમાં ફેલાયેલી સુરંગના ભાગોમાંથી બનેલો છે. આ દેશનું નામ ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયાની સુરંગ ૬ જર્કાતા -બાડુંગ હાઇ સ્પીડ રેલ સૌથી લાંબી સુરંગ છે. જેની લંબાઇ ૪૪૭૮ મીટર છે. હલીમ રેલવે સ્ટેશન રેલવેનું સૌથી મોટું સ્ટેશન પૂર્વી જર્કાતાના મકાસરમાં આવેલું છે. જેની ૬ ટ્રેક લાઇનોમાં એક સાથે ત્રણ પ્લેટફોર્મ છે જેનું કુલ ક્ષેત્રફળ ૭૮૩૧૫ ચોરસ મીટર છે. ચીન અને ઇન્ડોનેશિયાની કંપનીએ ઇન્ડોનેશિયામાં ૧૬ ઓકટોબર ૨૦૧૫ના રોજ ૫.૫ બિલિયન ડોલકના ખર્ચે પ્રથમ હાઇ સ્પીડ રેલવે તૈયાર કરવાના હસ્તાક્ષર કર્યા હતા.
ઈન્ડોનેશિયામાં હાઈ-સ્પીડ રેલ (એચએસઆર) પર સૌપ્રથમ ગંભીરતાથી 2008માં વિચારણા કરવામાં આવી હતી, જેના કારણે 2013માં એશિયન ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ચર્ચા થઈ હતી અને 2015માં વિગતવાર યોજનાઓ નક્કી કરવામાં આવી હતી. જકાર્તા-બાંડુંગ એચએસઆરનું બાંધકામ શરૂ કરવાની યોજનાની જાહેરાત ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા જુલાઈ 2015માં કરવામાં આવી હતી, ચીનના પ્રમુખ અને અન્ય વિશ્વ નેતાઓએ બાંડુંગ કોન્ફરન્સ દરમિયાન મુલાકાત લીધી હતી