– મેડિસિન વિભાગના ડોક્ટરે ચોપડામાં નોટ ફોર પી.એમ લખાવ્યા
બાદ કાર્યવાહી કરી પોલીસને જાણ કરતા
12 કલાકે મૃતદેહ પરિવારને મળ્યો

   સુરત :

અમરોલીના
તાવ આવ્યા બાદ  યુવાનનું સારવાર દરમિયાન
સિવિલમાં મોત નીપજ્યું હતું. બાદમાં મેડિસિન વિભાગના ડોક્ટરે લાશ મૂકવાના ચોપડામાં
નોન એમ.એલ.સી હોવાથી નોટ ફોર પી.એમ લખાવ્યાના ૬થી૭ કલાકો બાદ મેડિકલ લીગલ કેસ
(એમ.એલ.સી) કરાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે ૧૨ કલાક સુધી મૃતદેહ લઇ જવા
માટે સંબંધીનો એમ તેમ રઝળવાનો વારો આવ્યો હતો.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ અમરેલીમાં છાપરા ભાઠામાં રાધિકા મહોલ્લામાં રહેતો ૩૩
વર્ષીય ગમન સતીષ રાઠોડને છેલ્લા ૪થી૫ દિવસથી તાવ આવતો હતો. જોકે ગત સવારે તેની
તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં મેડીસીન વોર્ડમાં દાખલ કર્યો હતો. જયાં
સારવાર દરમિયાન ગત મોડી રાતે તેનું મોત થયુ હતુ. બાદમાં તેનો મૃતદેહ પી.એમ રૃમમાં
મુકવામાં આવ્યો હતો.જોકે આ નોન એમ.એલ.સી કેસ હોવાથી વોર્ડના ડોકટરે સિવિલના લાશ
મુકવાના ચોપડામાં નોટ ફોર પી.એમ લખીને એન્ટ્રી કરી હતી. જોકે ગમનના સંબંધીઓ આજે
સવારે તેમની અંતિમ સંસ્કારની તૈયારી કરી નાખી હતી અને તેમના સગા અને અન્ય સંબંધીઓ
પણ જાણ કરી હતી. જેથી આજે સવારે તેનો મૃતદેહ લેવા માટે સંબંધીઓએ કાર્યવાહી શરૃ કરી
હતી. ત્યારે સંબંધીઓને ખબર પડી કે મેડીસિન વિભાગના ડોકટરે તેમનું એમ.એલ.સી કરાવ્યુ
છે. જોકે દર્દીના મોતનું કારણ જાણવા અને દર્દીના મૃત્યુ વખતે દર્દી સાથે કોઇ ન
હતુ. જેથી ડોકટરે  સિવિલ ચોકીના પોલીસને
તેમના એમ.એલ.સી અંગેની  ૬થી ૭ કલાક પછી જાણ
કરી હતી. આવા સંજોગોના લીધે તેમના સંબંધી સહિતનો લોકો તેમના મૃતદેહ જલ્દી મળે તે
માટે એમ તેમ રઝળવાનો વારો આવ્યો હતો. જોકે સિવિલના ચોકીના પોલીસે આ અંગે અમરોલી
પોલીસ મથકમાં વર્દી આવતા ત્યાં આવ્યા હતા. જોકે ૧૨ કલાક પછી તેમનો મૃતદેહ પી.એમ
કરાવવા વગર પોલીસે તેમના સંબંધીને સોપ્યો હતો.બાદમાં તેમનો મૃતદેહ અંતિમ ક્રિયા
માટે સંબંધીઓ લઇ ગયા હતા.

સિવિલના
મેડીસિન વિભાગના વડા ડો. કે.એન ભટ્ટે કહ્યુ કે
, દર્દી મૃત્યુ થયુ હતુ કે સમયે તેની સાથે તેમના
કોઇ સંબંધી કે પરિચિત વ્યકિત ન હતુ. જેના લીધે તેનું એમ.એલ.સી કરાવ્યું હતુ. જોકે વોર્ડના
ડોકટરો પાસે હાલમાં કામનું ભારણ વધુ હોવાથી તેના એમ.એલ.સી કરવાનુ રહી ગયુ હતુ.બાદમાં
તેના મોતનું કારણ જાણવા અને તેની સાથે કોઇ નહી હોવાથી તેનું એમ.એલ.સી કરવામાં આવ્યું
હતું.

 –  સિવિલમાં મેડિસિન સહિતના વિભાગના એક બે ડોક્ટરના
લીધે એમ.એલ.સીના મુદ્દે વિવાદો

 સિવિલમાં સારવાર માટે આવતા દર્દી સાથે તેમના
સંબંધી કે પરિચિત વ્યકિત નહી હોય અને દર્દી એકલો સારવાર માટે અને તેને વોર્ડમાં
દાખલ કરવામાં આવે છે. તો. મેડીસિન સહિત અમુક વિભાગમાં એક-બે ડોકટર દ્રારા તે
દર્દીનું જે તે સમયે એમ.એલ.સી કરાવીને સિવિલના ચોકીના પોલીસને જાણ કરે છે. આવા
સંજોગોના લીધે પોલીસ અને અન્ય ડોકટરનું કામમાં વધારો થાય છે. જોકે નવાઇની વાત એ છે
કે
, અમરોલીના ગમનને ગત સવારે મેડીસિનના વોર્ડમાં દાખલ કર્યો હતો. અને મોડી
રાતે તે મોતને ભેટયો હતા. તે દરમિયાન વોર્ડના ડોકટરે કેમ એમ.એલ.સી કર્યુ નહી. એટલુ
નહી પણ તે મૃત થયા પછી પણ ૬થી૭ કલાક પછી એમ.એલ.સી કરાવ્યું હતું. જેથી તેમના
સંબંધીઓ ૧૨ કલાક સુધી રઝળની તકલીફનો સામનો કર્યો હતો. જોકે સિવિલમાં એક-બે ડોકટર
દ્રારા દર્દી બોલતો ચાલતો હોય
, અને તેની સાથે કોઇ નહી હોય તો
એમ.એલ.સી કરાવે છે. જોકે આ નિયમમાં સિવિલના અધિકારીએ ફેરફાર કરવા જોઇએ.એવી માંગ
ઉઠવા પામી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *