અમદાવાદ,ગુરુવાર,11 એપ્રિલ,2024
માય સીટી માય પ્રાઈડ અંતર્ગત અમદાવાદને વધુ સ્વચ્છ શહેર
બનાવવા મ્યુનિ.તંત્ર દ્વારા સ્વચ્છતા લીગ સ્પર્ધા શરુ કરવામાં આવી છે.સ્પર્ધામાં
ભાગ લેવા અત્યારસુધીમાં સાત ઝોનમાંથી ૨૧૭૦ સોસાયટીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધુ
છે.નદીપારના ત્રણ ઝોનમાંથી ૭૭૦ સોસાયટી,ફલેટ
ઉપરાંત એપાર્ટમેન્ટ તેમજ હાઈરાઈઝ હાઉસીંગ સોસાયટીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં
આવ્યુ છે.
શહેરને વધુ સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ
વેસ્ટ વિભાગ દ્વારા ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધા વોર્ડ,ઝોન અને શહેર
કક્ષાએ યોજી વિવિધ પેરામીટર્સના આધારે
સ્વચ્છતા અંગે એસેસમેન્ટ કરી વિજેતા જાહેર કરવામાં આવશે.સ્પર્ધામાં ભાગ
લેનારી સોસાયટીઓમાં આંતરીક સફાઈની વ્યવસ્થા,ભીના તથા
સૂકા કચરાને અલગ કરી ડોર ટુ ડોરના વાહનમાં આપવો, સોસાયટીની બહાર કચરો,કાટમાળ
કે એંઠવાડ ફૂટપાથ ઉપર ના નાંખવો,
કચરાને ઓનસાઈટ પ્રોસેસ કરવા ઉપરાંત ગ્રીન બેલ્ટ પ્લાન્ટેશન, વોટર કન્ઝર્વેશન
તેમજ પરકોલેટીંગ વેલ અને સોલારરુફટોપની ઉપલબ્ધતા સહિતના પેરામીટર્સ રાખવામાં આવ્યા
છે.હાલમા પણ શહેરની વિવિધ પોળ,ટેનામેન્ટ,બંગલોઝ તેમજ
હાઈરાઈઝ હાઉસીંગ સોસાયટીઓના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે.
ઝોન મુજબ કયાં-કેટલુ રજિસ્ટ્રેશન
ઝોન સોસાયટી,હાઈરાઈઝ પોળ
ટેનામેન્ટ,બંગલોઝ
મધ્ય ૨૬ ૮૦ ૨૬
ઉત્તર ૧૭૧ ૦૪ ૭૬
પૂર્વ ૧૩૨ ૦૩ ૧૬૨
ઉ.પ. ૨૨૨ ૦૧ ૯૪
દક્ષિણ ૬૧ ૦૬ ૨૬૦
પશ્ચિમ ૨૩૨ ૦૪ ૧૫૦
દ.પ. ૩૧૬ ૧૭ ૧૨૭