આણંદના બેડવા પાસે પ્રૌઢની હત્યાનો ભેદ ઉકેલાયો
પ્રણય ત્રિકોણા કારણે હત્યા થઈ હોવાનો પર્દાફાશ
એક જ યુવતી સાથે પ્રૌઢ અને યુવકને હતો પ્રેમસંબંધ
આણંદમાં થયેલી પ્રૌઢની હત્યાનો ભેદ આણંદ ગ્રામ્ય પોલીસે ઉકેલ્યો છે.પ્રણય ત્રિકોણમાં પ્રૌઢની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.બેડવા ગામે પ્રૌઢની હત્યા થઈ હતી.તો વાત એમ છે કે,એક યુવતી સાથે બે લોકોને પ્રેમ થતા હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.
આણંદ ગ્રામ્ય પોલીસે હત્યારાની કરી ધરપકડ
પ્રણય ત્રિકોણનાં કારણે હત્યા થઈ હોવાનો પર્દાફાશ થયો છે.આણંદના કણજરી ગામના યુવકે આ હત્યા કરી હોવાની વાત સામે આવી છે,મૃતક આધેડ વારંવાર યુવતીને ફોન કરતો હતો અને મળવા માટે બોલાવતો હતો આ વાતની ખબર આરોપીને થઈ અને આરોપી તે યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો,જેથી આરોપીએ મળવાના બહાને આધેડને એક પાર્ટી પ્લોટ આગળ બોલાવ્યા જયાં તેને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘટના સ્થળે જ પતાવી દેવામાં આવ્યો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે ભેદે ઉકેલ્યો છે.
પોલીસે મોબાઈલની પણ મદદ લીધી
બેવડા ગામે થયેલી હત્યામાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો,પોલીસ તપાસમાં એક સંદિગ્ધ નંબર મળી આવતા જ પોલીસે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. જેમાં તેના લોકેશન, સમય સહિતની તમામ બાબતો મેચ થતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેનું નામ જાવેદ મલેક અને તે કણજરીનો રહેવાસી હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથધરી
જે યુવતી સાથે આધેડ અને યુવકને પ્રેમ થયો હતો તે યુવતી પરણિત છે,તો આધેડ તેની જરૂરિયાત પૂરી કરતો હોવાથી તેના પ્રેમમાં પડયો હતો.તો આરોપી જાવેદ અને યુવતી કણજરીના એક ફલેટમાં એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને તે દરમિયાન તેમનો પ્રેમ વધ્યો હતો,આરોપી અને યુવતી વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા પરંતુ આરોપીની ઈચ્છા હતી કે યુવતી કઈ પણ રીતે તેના તાબા હેઠળ આવી લગ્ન કરે,પરંતુ લગ્ન થાય એ પહેલા તો આરોપી જેલના સળિયા ગણવા લાગ્યો છે.