બંને સ્ટારના ચાહકોમાં ભારે ઉત્તેજના
અગાઉ રણવીર સિંહ પણ આ ફિલ્મથી સાઉથમાં ડેબ્યૂ કરી રહ્યાની ચર્ચા હતી
મુંબઇ : રજનીકાન્તની આગામી ફિલ્મ ‘થલાઇવર ૧૭૧’ માં શાહરુખને કેમિયો ઓફર કરાયો હોવાની ચર્ચા છે. શાહરુખ ઉપરાતં વિજય સેતુપતિને પણ ફિલ્મમાં એક રોલ ઓફર કરાયો છે.
જોેકે, શાહરુખે હજુ ઓફર સ્વીકારી છે કે કેમ તે તત્કાળ જાણવા મળ્યું નથી. છેલ્લા કેટલાક સમયથી શાહરુખે નિયમ લીધો છે કે તે ક્યારેય કોઈ ફિલ્મમાં કેમિયો નહીંં કરે. પરંતુ, રજનીકાન્તનું માન રાખવા માટે તે આ ઓફર સ્વીકારી શકે છે.
રજનીકાન્ત અને શાહરુખ ખાન બંનેનું પોતાનું આગવું ફેન ફોલોઈંગ છે અને બંનેના ચાહકો બંનેને એક સ્ક્રીન પર જોવા માટે આતુર છે.
લોકેશ કનગરાજની આ ફિલ્મમાં અગાઉ રણવીર સિંહને પણ એક રોલ ઓફર કરાયાના અહેવાલો હતા. જોકે, તે અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.
ફિલ્મના બોલીવૂડ સ્ટાર્સનાં કનેક્શન અંગે થઈ રહેેલી ચર્ચાઓ જોતાં આ ફિલ્મમાં રજનીકાંતના સહ કલાકાર તરીકે કોઈને કોઈ મોટો બોલીવૂડ સ્ટાર અવશ્ય દેખાશે તેમ ચાહકો માની રહ્યા છે.