Surat News : સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં રસ્તાને નડતરરુપ મંદિર સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલીશન થઈ રહ્યું છે તો બીજી તરફ ચોક બજાર રાજા ઓવારા પાસે પબ્લિક પર્પઝ હિસ્ટોરિકલ પ્રિઝર્વેશન વાળી રાજા ઓવરાના નામથી ઓળખાતી જગ્યામાં ગેરકાયદે મસ્જિદ એ હુસૈની બની ગઈ છે. આ અંગે પાલિકા થી માંડી સરકાર સુધી પુરાવા સહિત રજુઆત પણ કોઈ પગલાં નથી ભરાતા આ ઉપરાંત હાલમાં આ ગેરકાયદે બાંધકામ માટે 300 વર્ષ જૂનુ પીપળાનું અને 200 વર્ષ જુનુ વડનું ઝાડ કાપી નાખ્યા મ્યુનિ. કમિશનરને પૂર્વ નગરસેવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે મ્યુનિ. કમિસ્નર, કલેક્ટર અને સરકાર સુધી પુરાવા સાથે અનેક રજૂઆત પુર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાળા દ્વારા કરવામાં આવી છે. પુરાવા સાથે અનેક ફરિયાદ છતાં પાલિકા કમિશનર અને અધિકારીઓ તથા પદાધિકારીઓ બિરાજમાન થાય છે તે કચેરીથી તદ્દન નજીક આ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. આ પહેલાં ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ કરવામા આવી હતી ત્યારે વર્ષો જુના પીપળા અને વડના વૃક્ષ કાપી નાખવાની પેરવી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
સુરતમાં રસ્તા પરના સંખ્યા બંધ મંદિરો દૂર કરનારી પાલિકાએ આ ફરિયાદ પર ધ્યાન આપ્યું નહી અને હાલમાં આ ગેરકાયદે બાંધકામ કરનારાઓએ ચોક બજારમાં સરકારી જગ્યા પર ધાર્મિક સ્થાન બનાવવા વૃક્ષો કાપી નાખ્યા છે. પુર્વ નગર સેવકે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે, આ ગેરકાયદે બાંધકામ માટે 300 વર્ષ જૂનુ પીપળાનું અને 200 વર્ષ જુનુ વડનું ઝાડ કાપી નાખવામાં આવ્યા છે.
પી – 32 પબ્લિક પર્પઝ હિસ્ટોરિકલ પ્રિઝર્વેશન વાળી રાજા ઓવરાના નામથી સુરત ચોકમાં આવેલી જમીન પર ગેરકાયદેસર રીતે “મસ્જિદ એ હુશેની” નામની ઇમારતનું બાંધકામ શરૂ થયું ત્યારથી જ પૂર્વ નગરસેવક દ્વારા પાલિકા કમિશનર, મુખ્યમંત્રી , ગૃહ મંત્રી, સહિત અનેક જગ્યાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆત બાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ના સ્થળ પર યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિ છતાં પાલિકા કચેરી થી તદ્દન નજીક ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે તેના કારણે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. પાલિકા અને સરકારની આવી શાહમૃગ નીતિના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.