Image: Facebook
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમને ગ્લેન મેક્સવેલના ખરાબ પ્રદર્શનના કારણે IPL 2024 માં મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ હજુ સુધી 6માંથી 5 મેચ હારી ચૂકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આ IPL સીઝનમાં અત્યાર સુધી એકમાત્ર જીત પંજાબ કિંગ્સ સામે મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 10 ટીમની પોઈન્ટ્સ ટેબલમાં નવમાં સ્થાન પર આવી ગઈ છે અને તેની પર પ્લેઓફથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.
ગ્લેન મેક્સવેલ RCB માટે ફરી વિલન બન્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો એક બેટ્સમેન IPL 2024 માં સતત ફ્લોપ થઈ રહ્યો છે. ગ્લેન મેક્સવેલ IPL 2024માં નિષ્ફળ સાબિત થયો છે. ગ્લેન મેક્સવેલ IPL 2024 માં ખૂબ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ગ્લેન મેક્સવેલે અત્યાર સુધી IPL 2024માં 6 મેચ રમી છે અને માત્ર 32 રન જ બનાવ્યા છે. ગ્લેન મેક્સવેલે આ 6 IPL મેચમાં 0, 3, 28, 0, 1 અને 0 રનનો સ્કોર બનાવ્યો છે.
મેક્સવેલ સતત મેચને બરબાદ કરી રહ્યો છે
મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુરુવારે રમાયેલી IPL મેચમાં ગ્લેન મેક્સવેલથી એક શાનદાર આક્રમક ઈનિંગની આશા હતી પરંતુ તે માત્ર શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો. મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલની નિષ્ફળતાના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અન્ય બેટ્સમેન પર દબાણ પડી રહ્યું છે. મેક્સવેલે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 106 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 155.51 ના સ્ટ્રાઈક રેટ અને 30.09ની સરેરાશ સાથે 2468 રન બનાવ્યા છે.
IPLમાં મેક્સવેલ નિષ્ફળ
ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 5 સદી ફટકારી છે. ગ્લેન મેક્સવેલ ઈન્ટરનેશનલ ટી20માં 30.09ની સરેરાશ સાથે બેટિંગ કરે છે. IPLમાં તેની સરેરાશ ઘટીને 25.24 પર આવી જાય છે. જસપ્રીત બુમરાહની પાંચ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ઈનિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટથી હરાવી દીધુ. મુંબઈ ઈન્ડિયન્સે RCBથી મળેલુ 197 રનનું લક્ષ્ય 15.3 ઓવરમાં મેળવી લીધુ.