દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કજેટામાં આવેલુ છે અભયારણ્ય
૫૫.૬૪ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલ રતનમહાલ રીંછ અભયારણ્ય ,
રતનમહાલ રીંછ અભયારણ્યમાં લોકોને આકર્ષતા રીંછ ,ધોધ ,ઊડતી ખિસકોલી, અને આદિવાસી સમાજનું દેશી વ્યંજન દાલપાનીયા

રતનમહાલ પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસ્તી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે.રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ છે.અગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હૂકુમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભળાતા હતા ત્યારબાદ બ્રિટિસ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર “શિકાર માટે અનામત” હેતુ અર્થે દેવગઢબારીયા રાજ્યએ વહીવટ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

સફીયર રિઝર્વ તરીકે જાહેર

દેશી રજવાડાઓને સરદાર પટેલે ભારત દેશ સાથે જોડતા તેને રક્ષીત બાયો “સફીયર રિઝર્વ “ તરીકે જાહેર કરેલ ત્યારબાદ 19-03-1982 ના રોજ આ વિસ્તારને રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ . આ અભયારણ્ય 55.64 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે આ અભયારણ્ય વિસ્તાર તેના વનસ્પતિ તેમજ પ્રાણી જ સંપતિ માટે ખૂબ જ ખ્યાતનામ છે ,રતનમહાલ એ એક વાણી પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે અહીના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વનસ્પતીનો ખજાનો જોઈને આનંદીત થઈ જાય છે.

પાનમ નદીના કિનારે અભયારણ્ય

પાનમ નદીએ અભયારણ્યની ખૂબસુરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે પાનમ નદીનું ઉદગમ સ્થાન પણ રતનમહાલ જ છે ,અભયારણ્ય વિસ્તારની ભૌગોલિક અને ઊંચાઈ વિવિધતાના કારણે વનસ્પતિની જાતોમાં પણ અલગ અલગ સ્થળે વિવિધતા જોવા મળે છે રત્નમહાલ વિસ્તારમાં ૧૪૫ કરતાં વધુ પ્રકારની અને ખાસ જે લુપ્ત થતી વનસ્પતી પણ આ વિસ્તાર માં જોવા મળે છે આ જંગલ વિસ્તારમાં મહુડો,સાદડ,ટીમરૂ સાગ,દૂધલો ,કેસૂડો ,આમળા,વાંસ,કાકડિયો,બોર,જાંબુ,ચારોળી,ખાખરો,શિમળો ,બિયો ,હુંલદૂ ,કલમ,મોખો ,તણછ,આંકલ ,નાગોડ,સીતાફળ કુંભી,કણજી,બીલી,ગરમાળો,કુસુમ,કેડા,મરડાસિંગ,અરડૂસી,વિકળો,ઊમરો,પારિજાત,ઇઠા ,સીસમ ,મીઢળ જેવી અનેક વનસ્પતિ ઓ આ અભયારણ્યમાં જોવા મળે છે.

અલગ-અલગ પ્રાણીઓ જોવા મળે છે

વૃક્ષ આચ્છાદિત ડુંગરાળ સપાટ મેદાન અને મિશ્ર જંગલ ધરાવતા અભયારણ્યમાં રીંછની સારી એવી વસ્તી જોવા મળે છે આ વિસ્તાર અતિ દુર્લભ ગણાતી ગુજરાત રાજ્ય માં જવલ્લેજ જોવાં મળતી ઊડતી ખિસકોલી પણ અહી જોવા મળે છે જે ખાસ અહી રાત્રી રોકાણ કરતાં સહેલાણી ઓને આકર્ષે છે ,આ સિવાય અહિયાં માંસાહારી પ્રાણી ઓ પણ જોવા મળે છે , જેમાં મુખ્યત્વે દીપડા મોટા પ્રામાણ માં જોવા મળે છે,આ સિવાય અહી ઝરખ,તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી,,જંગલી બિલાડી ,શિયાળ,લોંકડી,નોળિયા ની વિવિધ જાતો ,તાડ વણીયર,નીલગાય ,ચૌશીંગા ,સાહુડી,ધોરખોદિયું ,કીડીખાઉ,જંગલી ભૂંડ ,શેડો,હનુમાન લંગૂર ,માંકડા ,સસલા,વિવિધ જાતના ચામાંચીડિયા , ઉંદર ની વિવિધ જાત ઉપરાંત સાપ,નાગ કાળોતરો ,ખડચીતળો ,ફુરસો ,ધામણ,વાંસસાપ ,અજગર,ધો કાચિંડો,ગરોળી,અને કાચબા ની વિવિધ જાતો જોવા મળે છે.

કરોળીયાની અસંખ્ય જાત

અભયારણ્યમાં 150થી વધુ પ્રકારના પ્રાણીઓની વિવિધ જાતો જોવા મળે છે જેમાં રાખોડી જંગલી મુરઘો ,ગુજરાતમાં જોવા મળતા ત્રણેય જાત ના પોપટ , લીલો હરીયો ,રાખોડી ચીલોત્રો ,લક્કડખોદ,અને ધુવડ ની વિવિધ જાતો ,બરજી મઘીયો બાજ,શકટો,બાજ,ચોટલીયો સાંપમાર ,મોર,બાજ,જેવા શિકારી પક્ષી ઓ ની સાથે સાથે ઘણી બધી જાતના દુર્લભ -અતિદુર્લભ પક્ષીઓ અહી જોવા મળે છે આ શિવાય અહી કીટક અને કરોળીયા ની પણ અસંખ્ય જાત જોવા મળે છે.

ટેન્ટસિટી છે રહેવા માટે

વનવિભાગ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા અહી ૨ ઇકો ટુરીઝમ સાઈડ પણ બનાવવામાં આવી છે જેમાં નલધા કેમ્પ સાઈડ ,નલધા કેમ્પ સાઈડમાં અહી વનવિભાગ દ્વારા ટેન્ટસિટી તૈયાર કરવામાં આવી છે જેમાં પ્રવાસી ઓ ને રહેવા તથા જમવા ની વ્યવસ્થા કરવામાં આવીછે ,નલધા કેમ્પ સાઈડ થી જંગલ વિસ્તાર માં થઈ ને ૨.૫ કીલોમીટર ચાલી ને સાહેલણીઓ પહાડ ઉપર જતાં હોય છે અને ત્યાં ( Water fall ) ધોધ નો આંનદ લેતા હોય છે અહી એક મીની ધીધ અને એક મોટો ધોધએમ ૨ ધોધ આવેલા છે ,અહી પ્રવાસીઓ ધોધ માં નહાવા નો આનંદ લેતા હોય છે ,નલધા કેમ્પ સાઈડ માં વહેતા ઝરણા અને પથ્થરો માંથી નિકળતા પાણી લોકોને આકર્ષે છે.

પૌરાણિક ભોજન પણ મળી આવે છે

નળધા ધોધ પરથી તમે નીચે આવો એટલે નીચે દાળ, પાનિયા અને ચટણીની રેસિપી બનીને તૈયાર હોય. એક તો ઉપર ચડવા- ઉતરવાનો થાક એટલે કકડીને ભૂખ લાગી હોય.દાહોદના વનવૈભવની સાથે પ્રવાસીઓને આકર્ષે આદિવાસીઓનું વિશિષ્ટ વ્યંજન ‘દાલપાનિયુ’ ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતા દાહોદ જિલ્લાના નયનરમ્ય દ્રષ્યો તો પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે આદિવાસી ખાનપાન સંસ્કૃતિના એક વ્યંજને પણ પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે.

આ વ્યંજન છે દાલ પાનિયુ

આનંદના પ્રસંગોમાં બનતું આ વ્યંજન આદિવાસી સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. આજકાલ આ પાનિયું સ્વાદપ્રિય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વન પરિભ્રમણ માટે નળધા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પાનિયાને ભરપેટ આરોગે છે. દરેક પ્રદેશ-પ્રાંતની ખાનપાનની આગવી ઓળખ, પરંપરા હોય છે. દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું વિશિષ્ટ વ્યંજન છે. પાનિયુ નામ જેટલું સરળ લાગે છે, એટલી જ તેને તૈયાર કરવાની પ્રક્રીયા જટીલ છતાં સરળ છે.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *