અમદાવાદ,બુધવાર

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનું ભળતું એકાઉન્ટ કોઇ ગઠિયાએ
કાલુપુરમા ંઆવેલી બેંકમાં ખોલાવીને આવકવેરામાં ૧૦૦ ટકા રિબેટ આપતી જાહેરાત સોશિયલ મિડીયા
પર મુકીને છેતરપિંડી આચરીને છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને
તપાસ શરૂ કરી છે.
 બોડકદેવમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગ શાહ
રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીમાં  ખજાનચી તરીકે
કામગીરી કરે છે. પાર્ટીની મુખ્ય ઓફિસ આશ્રમ રોડ પર આવેલા મંગલમૂર્ત કોમ્પ્લેક્સમાં
આવેલી છે. એનસીપીને આપવામાં આવતું ડોનેશન આવકવેરામાં બાદ ગણવામાં આવે છે. તેમને થોડા
સમય પહેલા જાણવા મળ્યું હતું કે કોઇ વ્યક્તિએ સોશિયલ મિડીયાના અલગ અલગ પ્લેટફોર્મ પર  એનસીપીની જાહેરાત મુકીને ડોનેશન પર ૧૦૦ ટકા રિબેટની
જાહેરાત કરી હતી. સાથેસાથે  ઓનલાઇન પેમેન્ટ
માટે બેંક એકાઉન્ટ સહિતની લીંક મુકી હતી. જેમાં અનેક લોકો પાસેથી મોટાપ્રમાણમાં ડોનેશન
સ્વીકરવામાં આવ્યા હતા.  તપાસ કરતા જાણવા મળ્યું
હતું કે નેચર સેરીલ પેકેજીંગના નામે કોઇ કાલુપુરમાં આવેલી બંધન બેંકની બ્રાંચમાં એકાઉન્ટ
ખોલ્યું હતું. જેને એનસીપીનું નામ આપીને ઓનલાઇન જાહેરાત આપીને રાજકીય પાર્ટીના નામે  ડોનેશન એકઠું કર્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને
તપાસ શરૂ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *