અમદાવાદ,બુધવાર
સરસપુરમાં રહેતી મહિલાને પતિ સાથે તકરાર ચાલતી હોવાથી પિયરમાં આશરો લઇ રહી હતી. ગઇકાલે મામા ભાણેજને ચોકલેટ આપવા ગયા હતા આ સમયે તેમની નજર ચૂકવીને બે શખ્સો કિશોરને બાઇક ઉપર અપહરણ કરીને જતા રહ્યા હતા. મહિલાએ દિયર સામે આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતા કાકાના ઘરે લોક હતું અને મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો.
બાઇક ઉપર બેસાડી બે શખ્સો કિશોરને લઇને ગયા ઃ પોલીસ તપાસમાં કાકાનો મોબાઇલ બંધ અને ઘરે તાળું મારેલું હતું
સરસપુરમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં રખિયાલમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા પતિ અને પત્ની વચ્ચે અણ બનાવના કારણે મહિલા પિયરમાં આશરો લઇ રહી હતી.
ગઇકાલે સવારે મહિલાના બે વર્ષના પુત્રને ચોકલેટ અપાવવા માટે મહિલાનો ભાઇ પાનના ગલ્લે લઇ ગયો હતો જ્યાં તેની નજર ચૂકવીને બે શખ્સો કિશોરને બાઇક ઉપર બેસાડીને લઇ ગયા હતા. મહિલાએ પોતાના દિયર સામે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે દિયરના ઘરે જઇને તપાસ કરતાં તેના ઘરે તાળંુ મારેલું હતું, બીજીતરફ તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો જેને લઇને શહેરકોટડા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.