અમદાવાદ,બુધવાર
ઇસનપુરમાં રહેતી મહિલાને લગ્નના એક વર્ષમાં જ પતિના ભાભી તથા અન્ય સ્ત્રી સાથે આડા સંબંધના કારણે ગૃહ કલેશ શરુ થયો હતો. તેમાંયે ખાસ કરીને પતિ અભ્યાસ માટે રૃપિયા લાવવા કહેતા હતા તથા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતા મહિલાને માર મારીને કાઢી મૂક્યા બાદ છૂટાછેડા માટે દબાણ કરતા હતા અને પાછી ઘરમાં આવીશ તો મારી નાંખવાની ધમકી આપતા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના વર્ષમાં જ ગૃહકલેશ, પતિ અભ્યાસ માટે રૃપિયા લાવવા અને પ્રેમ સંબંધના કારણે છૂટાછેડા માટે દબાણ કરતા કંટાળીને સાસરીયા સામે ફરિયાદ
ઇસનપુરમાં રહેતી ૨૪ વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલા સંયુક્ત પરિવારમાં રહેતી હતી, પતિ ઘરની નાની વસ્તુઓ પિતાના ઘરે લાવવા માટે કહેતા હતા અને અભ્યાસ માટે રૃપિયા લાવવાની વાત કરીને તકરાર કરતા હતા જો કે ફરિયાદી રૃપિયા લાવવાનો ઇન્કાર કરતા મારઝૂડ કરતા હતા.
બીજીતરફ ભાભી સાથે આડા સંબંધની જાણ થતાં મહિલાએ ચોખવટ કરવા વાત કરી તો માર માર્યો હતો. આમ અવાર નવાર તકરાર થતાં મહિલા પિયરમાં જતી અને સમધાન કરીને પારત આવતી હતી આવ્યા બાદ ભાભી સાથેના આડા સંબંધને લઇને તકરાર થતી હતી તેવામાં પંદર દિવસ પહેલાં પતિ વિડિયો કોલથી કોઇ મહિલા સાથે વાત કરતા હતા જે મહિલા જોઇ જતાં કોની સાથે વાત કરો છો તેમ કહેતા મહિલાને માર મારીને કાઢી મૂકી હતી અને હવે પછી ઘરે પરત આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.