અમદાવાદ,બુધવાર,10
એપ્રિલ,2024

સાબરમતી નદી બાદ હવે ખારી નદી પણ કેમિકલયુકત તથા ડ્રેનેજનું
પાણી ઠાલવવામાં આવતા પ્રદૂષિત બની ગઈ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં
આવેલી પાઈપલાઈન તોડી કેમિકલયુકત અને ડ્રેનેજનુ પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવતુ
હોવાથી ખેડુતો આવા પાણીથી ખેતી કરવા મજબુર બન્યા છે.છ એપ્રિલ-૨૦૨૪ના રોજ આ બાબતમાં
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત પોલીસને લેખિત
જાણ કરી છે.આમ છતાં કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી.ખારી નદીને પ્રદૂષિત થતી અટકાવવા
મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ
ત્રણે એકબીજાને ખો આપી રહયા છે.

હાથીજણના વિવેકાનંદનગર વિસ્તારમાંથી ખારી નદીમાં અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘરગથ્થુ ગંદા પાણી તથા ઔદ્યોગિક પાણીનો નિકાલ કરવામાં
આવતો હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ગુજરાત
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.રજૂઆત બાદ મ્યુનિ.ના એડીશનલ
સીટી ઈજનેર તથા તેમની ટીમ સાથે સ્થળ ઉપર જોઈન્ટ મોનિટરીંગ કરવામાં આવ્યુ હતુ.સ્થળ
તપાસ સમયે રામોલ ટોલ પ્લાઝા પાસે ડ્રેનેજનુ કામ ચાલતુ હોવાથી ઘરગથ્થુ ગંદુ પાણી
રોડની સામે આવેલી ખુલ્લી કેનાલમાં નિકાલ કરવામાં આવતુ હોવાનું જોવા મળ્યુ હતુ.આગળ
જતા મહેમદાવાદ રોડ ઉપરના બ્રિજ પાસેથી ખારી નદીમાં આ પાણી ભળતુ જોવા મળ્યુ
હતુ.વિવેકાનંદનગર પાસે આવેલા બ્રિજ પાસેથી પસાર થતા પાણીમાં ફીણ જોવા મળ્યા હતા.ઉપરાંત
પાણીમાં દુર્ગંધ મારતી હતી.૨૬ તથા ૨૯ ફેબુ્રઆરી-૨૪ના દિવસે સ્થળ ઉપર ટીમે
ઈન્સપેકશન કર્યુ હતુ.છ એપ્રિલ-૨૦૨૪ના દિવસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડના
ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારીએ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે
લેખિત જાણ કરી હતી.ઉપરાંત લોકોમાં રોગચાળો ના ફેલાય તે બાબતને ધ્યાનમાં લઈ રામોલ
વિસ્તારના ટ્રીટમેન્ટ કર્યા વગરના ઘરગથ્થુ ગંદાપાણીનો નિકાલ કેનાલમાં કરવાની
જગ્યાએ તાત્કાલિક વિંઝોલ ખાતેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરવા લેખિત સુચના આપી
હતી.

કેમિકલ માફીયાઓ સામે કાર્યવાહી કરવા સુચના છતાં પોલીસ
દ્વારા કાર્યવાહી નહીં

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઈન્ચાર્જ પ્રાદેશિક
અધિકારીએ છ એપ્રિલ-૨૪ના દિવસે રામોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરેલી પાઈપ
લાઈન તોડી કેમિકલ માફીયાઓ દ્વારા રાત્રિના સમયે ટેન્કરો દ્વારા અથવા પાઈપ લાઈનથી
કેમિકલ વેસ્ટનો નિકાલ ખારી નદીમાં કરવામા આવતો હોવાથી પોલીસ ઈન્સપેકટર હાથીજણ
, વિવેકાનંદ નગર
તથા વટવાને કાર્યવાહી કરવા લેખિતમાં સુચના આપી હતી.આમ છતાં પોલીસ દ્વારા કેમિકલ
માફીયાઓ દ્વારા બેરોકટોક નદીમાં ઠાલવવામા આવતા કેમિકલ યુકત પાણીને અટકાવવા કોઈ
કાર્યવાહી કરવામા આવતી નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *