Gambling Crime in Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સના ટેરેસ પર જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મેન્ટલ હોસ્પિટલ સામે નારાયણ કોમ્પ્લેક્સ ની ટેરેસ પર જુગાર ખાનું ચાલતું હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 6 જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૂ. 70 હજાર, પાંચ મોબાઇલ અને બે ટુ વ્હીલર કબજે કર્યા હતા.
પોલીસે પકડેલા જુગારીયાઓમાં (1) સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજુ પતંગરાવ પાટીલ (નારાયણ કોમ્પલેક્ષ)(2) મહેશ રામ વૃક્ષ તિવારી (કલ્યાણ નગર પાછળ ફતેગંજ)(3) આશિષ ભીખુભાઈ ગજ્જર (કૃષ્ણ કુંજ સોસાયટી, વારસિયા)(4) રાકેશ કિશનભાઇ જગતાપ (મોટનાથ રેસીડેન્સી હરણી)(5) કુંજન ઠાકોરભાઈ શાહ (મહેતા પોળ, માંડવી) અને (6) શ્રીનાથ રીંકેશભાઈ શાહ (વૃંદાવન ટાઉનશીપ, નાગેશ્વર મંદિર સામે,હરણી રોડ) નો સમાવેશ થાય છે.