Gambling Crime in Vadodara : વડોદરા શહેરના ઓ.પી.રોડ પર મનિષા ચોકડી પાસેના ફ્લેટના ચોથા માળ પર મકાનમાં ચાલી રહેલા જુગાર પર પીસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં મકાનમાંથી 8 ખેલીઓ આબાદ ઝડપાઇ ગયા હતા. પીસીબીએ જુગારીઓની અંગજડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને 7 મોબાઇલ મળી 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મનિષ ચોકડી પાસે આવતા પીસીબીની ટીમે બાતમી મળી હતી કે શુભમ પાર્ટી પ્લોટ પાસેના સ્પ્રિનંગ બ્લોસમના ચોથા માળ પર આવેલા મકાન નંબર 401માં રેડ કરતા કરી હતી. ત્યારે પોતાના મકાનમાં બહારથી માણસો બોલાડી જુગાર રમાડનાર માલિક શીરિષકુમાર ઉર્ફે સુરેશ મુલચંદ લાલન, અંબાલાલ મોતીલાલ પટેલ, અશોક કાંતિલાલ ગોહિલ, અનિલ દેવીસિંગ રાજપૂત. પ્રવિણ મહેજી ઓડ, ડાહ્યા જીણા બારીયા, વનરાજ રામચંદ્ર શીતોળે અને રમેશ ભાથી સોલંકી મળી 8 ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જુગારીઓની પોલીસ દ્વારા અંગજડતી કરાતા રોકડા 84 હજાર, દાવ પર લાગેલા રોકડા રૂ.15 હજાર અને 7 મોબાઇલ 60 હજાર મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.