Cattle Shed Vadodara : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સમતા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાથી અહીં ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા ત્રણ ઢોરવાડા પાલિકા તંત્રએ દૂર કર્યા હતા.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સમતા ગ્રાઉન્ડ ખાતે ગૌપાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ જેટલા ઢોરવાડા ઉભા કરી દેવામાં આવ્યા હતા. ઘણા સમયથી ઢોરવાડા અહીં નડતરરૂપ હતા જે બાબત તંત્રને ધ્યાનમાં હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. દરમિયાન સમતા ગ્રાઉન્ડ ખાતે તારીખ 9 થી 17 એપ્રિલના દરમિયાન અહીં પ.પુ.જીગ્નેશ દાદાના કંઠે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં નજીક ઢોરવાડા હોવાથી કદાચ કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિના પગલે પાલિકા તંત્ર દ્વારા સમતા ગ્રાઉન્ડ પરથી ત્રણ જેટલા ઢોરવાડા દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.