Heatwave in Surat : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે. આખરી ગરમીમાં લોકોને ઘરની બહાર નીકળવું ભારે પડી રહ્યું છે. ત્યારે સુરતની એક સેવાભાવી સંસ્થાએ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ગરમીથી બચાવવા ચપ્પલનું વિતરણ કરી તેઓની મુશ્કેલીનો હલ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

હાલ સુરતમાં એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે. સુરત મહાનગરપાલિકાએ લોકોને ગરમીના સમયે ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા તથા લુ થી બચવા માટે અપીલ કરી છે. હાલ જે ગરમી પડી રહી છે તેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આવી આપણી ગરમીમાં શહેરના શ્રમ વિસ્તાર અને શ્રમજીવી વિસ્તારમાં રહેતા બાળકોની હાલત કફોડી થઈ રહી છે. 

ઉનાળાના આકરા તાપમાં આપણે ઘર બહાર પણ નિકળતા નથી તેવામા અમુક બાળકો પાસે પગમા પહેરવા ચપ્પલ પણ નથી. આ બાબતનો વિચાર કરી સ્નેહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવા બાળકોને પગમાં પહેરવાના ચપ્પલ આપી તેમને ગરમી થી બચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

પ્રમુખ સ્વાતિબેન સોસાએ કહ્યું હતું કે અમારા ટ્રસ્ટના સભ્યો સાથે મળી લંકાવિજય ઓવારા પાસે રેહતા ગરીબ બાળકો પાસે ગયા હતા જ્યાં અનેક બાળકોના પગમાં ચપ્પલ ના હતી. આવી આકરી ગરમીમાં બાળકો ચપ્પલ વિનાના હતા તેવા બાળકોને ચપ્પલનુ વિત્તરણ કરવામાં આવ્યું હતું. ચપ્પલ પહેરીને બાળકોના ચહેરા પર જે ખુશી હતી તેઓને ગરમી થી રાહત થઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *