image : Social media

Iran Nuclear Weapons : અમેરિકાના એક અખબારે પોતાના અહેવાલમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે.  અખબારનું કહેવું છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની બહુ નજીક છે. આ માટે જરૂરી યુરેનિયમ નો જથ્થો ઈરાન એકત્રિત કરી રહ્યું છે જેના કારણે તે બહુ જલ્દી પરમાણુ બોમ્બ બનાવી લે તેવી સ્થિતિમાં છે. 

અખબારી એવા સમયે અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે જ્યારે ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ભારે સ્ફોટ સ્થિતિ છે. કારણકે  ઇઝરાયેલ એ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ઈરાન દ્વારા પલટવાર કરવામાં આવે તેવી આશંકા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી ન્યુક્લિયર સંધિ છ વર્ષ પહેલા તૂટી ગઈ હતી કારણ કે અમેરિકાને આશંકા હતી કે ઈરાન દુનિયા થી છુપાવીને અણુ બોમ્બ બનાવવા માટે કવાયત કરી રહ્યું છે. તે સમયના પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથેની સંધિ તોડી નાંખીને ઈરાન પર નવેસરથી પ્રતિબંધો લગાવ્યા હતા. 

અખબાર એ પોતાને અહેવાલમાં કહ્યું છે કે ઈરાન પાસે અત્યારે એટલું યુરેનિયમ તો છે જ જેના કારણે તે ઓછામાં ઓછા ત્રણ પરમાણુ હથિયાર બનાવી શકે.  ઈરાનને આ માટે ગણતરીના સપ્તાહ જ લાગી શકે છે. દરમિયાન ઇઝરાયેલના વિદેશ મંત્રીએ બુધવારે જણાવ્યું હતું કે જો ઈરાન પોતાના ધરતી પરથી ઇઝરાયેલ પર હુમલો કરશે તો ઈઝરાયેલની સેના ઈરાનને સીધી ટાર્ગેટ કરી શકે છે. ઇઝરાયેલના વિદેશ મંત્રીએ ઈરાનને સંદેશો આપવા માટે સોશિયલ મીડિયા ઉપર ફારસી ભાષામાં પણ સંદેશો મૂક્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *