પંચમહાલમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂકરવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લમાં સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને ધ્યાને પ્રોપર્ટી કાર્ડ આવતા ભાંડો ફૂટ્યો છે. હાલ તો 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડનું કૌભાંડ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરીથી કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
NIC અને ગાંધીનગરની ટીમોએ તપાસ હાથ ધરી
પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂને લઈ કલેકટરને શંકા છે કે આ કૌંભાંડ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરીથી થયુ હોઈ શકે છે. જેને લઈ NIC અને ગાંધીનગરની ટીમોએ તપાસ હાથ ધરી છે. જેમાં કલેક્ટરને 3 થી 4 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. હાલમાં તો કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો રિપોર્ટ બાદ મોટા કૌભાંડ સામે આવશે તો અન્ય અધિકારીઓ સામે પણ પગલા ભરાઈ શકે છે.
રિપોર્ટ બાદ મોટા કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ
પંચમહાલમાંથી સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં અનેક લોકોને ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છેકે, સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આમાં કેટલા પ્રોપર્ટી કાર્ડ ગેરકાયદેસર રીતે ઇશ્યૂ થયા છે.