K Kavitha Arrested: દિલ્હી લિકર પોલિસી મામલે ED બાદ હવે CBIએ BRS નેતા કવિતા પર મોટી કાર્યવાહી કરી છે. CBIએ દિલ્હી લિકર પોલીસી મામલે તેલંગાણાના પૂર્વ સીએમ KCRની દીકરી કે. કવિતાની ધરપકડ કરી લીધી છે. કવિતા હાલમાં EDના મામલે ન્યાયિક કસ્ટડીમાં છે. 9 એપ્રિલે કોર્ટે કે.કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી હતી. કે કવિતાની EDની ટીમે ગત મહિને જ હૈદરાબાદમાં તેમના ઘરમાંથી ધરપકડ કરી હતી. 

કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

દિલ્હી લિકર પોલિસી મામલે ધરપકડ કરાયેલ BRS નેતા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCRની દીકરી કે. કવિતાને કોર્ટમાંથી પણ રાહત નથી મળી રહી. સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટે તેની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. કવિતાએ તેના 16 વર્ષના પુત્રની ચાલી રહેલી પરીક્ષાઓનો હવાલો આપી વચગાળાના જામીનની માગણી કરી હતી.

આ અગાઉ કોર્ટે વચગાળાની જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તેમને રાહત આપવામાં આવે તો તેઓ આગળ પણ આવું કરી શકે છે. 

EDએ આરોપ લગાવ્યો છે કે, કે. કવિતા દિલ્હી લિકર પોલિસી મામલે સામેલ સાઉથ ગ્રુપની સદસ્ય છે. 

EDએ શું કર્યો દાવો?

EDએ કહ્યું છે કે કે. કવિતા સાઉથ ગ્રુપની એક મહત્વપૂર્ણ સદસ્ય છે જેના પર શરાબ લાયસન્સમાં મોટો હિસ્સો મોળવવા માટે દિલ્હીની શાસક પાર્ટી આમ આદમી પાર્ટી ને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ મામલે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જેલમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે શરાબ નીતિ બનાવવામાં અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર થયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *