આરોપી મોબાઇલ ટાવર કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા
પોલીસે ચારેયની ધરપકડ બાદ કડકાઇથી પૂછપરછ શરૂ કરી
આરોપી કુરિયર મારફત આ તમામ સામાન મોકલી આપતો

સુરત ગ્રામ્ય એલસીબીએ એક ચોરીના નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. જેમાં સમગ્ર ભારતભરમાંથી મોબાઇલ ટાવરના ખૂબ જ કિંમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય કરવાનું નેટવર્કનો જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. સાથે જ રૂપિયા 1.41 કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી મોબાઇલ ટાવર કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા

આરોપી મોબાઇલ ટાવર કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. પરંતુ લાંબો સમય કામ કર્યા બાદ આરોપીઓ તેઓને વધુ પૈસા કમાવાની લાલચ લાગતા કંપનીના જ માલ સામાનની ચોરી કરવાનું નેટવર્ક શરૂ કર્યું હતું. જોકે આ નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કડોદરા કામરેજ રોડ ઉપર આવેલ ઉભેળ ગામની સીમમાંથી ચાર જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સો પૈકી સુરત પાંડેસરાનો કામિલરઝા અન્સારી નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે સુરત જિલ્લા તેમજ દેશના વિવિધ રાજ્યોમાં મોબાઇલ ટાવર ઉપરથી કિંમતી પાર્ટ્સની ચોરી કરાવતો હતો. અને દિલ્હી ખાતે સપ્લાય કરતો હોવાનું વિગત સામે આવી હતી.

પોલીસે ચારેયની ધરપકડ બાદ કડકાઇથી પૂછપરછ શરૂ કરી

સુરત ગ્રામ્ય પોલીસે ચારેયની ધરપકડ બાદ કડકાઇથી પૂછપરછ શરૂ કરી હતી. અને પૂછપરછમાં બહાર આવેલી વિગતોએ સુરત ગ્રામ્ય પોલીસને પણ વિચારમાં મૂકી દીધી હતી. મુખ્ય સૂત્રધાર કામિલરઝા અન્સારી જે સુરત શહેરના પાંડેસરા હાઉસિંગમાં રહે છે. પોતે મોબાઈલ ટાવર કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. ટાવરમાં મહત્વના ગણાતા એસએફપી કાર્ડ અને એના દ્વારા જ કનેક્ટિવિટીને વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેની ચોરી કરાવતો અને ચોરી કરેલ માલ સામાન દિલ્હી ખાતે મોકલાતો અને ત્યાંથી તેને યુપીઆઈથી પેમેન્ટ ચૂકવાતું હતું.

આરોપી કુરિયર મારફત આ તમામ સામાન મોકલી આપતો

કરોડોનો માલ સામાન ચોરી કરીને કામિલરઝા અન્સારી દિલ્હીમાં રહેતા અર્જુનપાલસિંગને આપતો તે હાલ વોન્ટેડ છે. આરોપી કુરિયર મારફત આ તમામ સામાન મોકલી આપતો હતો. અને અર્જુનપાલસિંગ ચોરી કરેલ એસએફપી કાર્ડ નક્કી કરેલા પૈસા યુપીઆઈ મધ્યમથી કામિલ રજા અન્સારીને મોકલી આપતો હતો. આ ચોર ટોળકીએ રાજ્યના સુરત ગ્રામ્યના કડોદરા, માંડવી તેમજ વડોદરામાં વાઘોડિયા, મુન્દ્રા, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ મળીને અલગ અલગ સાતથી વધુ રાજ્યોમાં 50થી વધુ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. હાલ સુરત ગ્રામ્ય પોલીસે આ ચારેય પાસેથી લખોના ગણાતા 60થી વધુ નંગ એસ.એફ.પી.કાર્ડ મોબાઈલ તેમજ રોકડ મત્તા મળી રૂપિયા 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *