વરાછામાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઇ
સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બન્યા
ઓફિસ ખોલીને વકીલ, તલાટીના સિક્કા પણ બનાવ્યા

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી વકીલ સામે આવ્યો છે. જેમાં વરાછામાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઇ છે. સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બન્યા છે. ઓફિસ ખોલીને વકીલ, તલાટીના સિક્કા પણ બનાવ્યા છે. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટી ઇશ્યૂ કર્યા છે.

યૂટ્યૂબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી મશીન મંગાવ્યું

યૂટ્યૂબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી મશીન મંગાવ્યું હતુ. જેમાં નકલી ડોક્યુમેન્ટની જાણ અસલી વકીલને થતા ભાંડો ફૂટ્યો છે. તેમાં પોલીસે 28 વર્ષના આકાશ ઘેટીયાની ધરપકડ કરી છે. જેમાં સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી વકીલની ઓફિસ ઝડપાઇ છે. વરાછા વિસ્તારમાંથી નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં નકલી વકીલની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા પણ બનાવ્યા હતા. તેમાં 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટી પણ ઇસ્યુ કરી દીધા છે તેથી જેમના લગ્ન સર્ટી આપ્યા છે તે બધા મુજવણમાં મુકાયા છે.

સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બની રેકેટ ચલાવતા

17 વર્ષના સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બની રેકેટ ચલાવતા હતા. જેમાં યૂટ્યૂબ પર સ્ટેમ્પ પેપર બનાવાનું શીખી મશીન મંગાવી સુવ્યવસ્થિત આ કૌભાંડ ચલાવતા હતા. જેમાં નકલી ડોક્યુમેન્ટની જાણ અસલી વકીલને થતા પોલીસનો સંપર્ક કરી આ સમગ્ર કૌભાંડ બહાર લાવામાં આવ્યું છે. જેમાં વરાછા પોલીસે ફરિયાદ નોંધી 28 વર્ષય આકાશ ઘેટીયાની ધરપકડ કરી છે તેમ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ નકલી લોકો દ્વારા અત્યાર સુધી કેવા કામ થયા છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તો હજારો લોકો છેતરાયા હોવાનું સામે આવી શકે છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *