– ફિલ્મ જાણીતા વકીલની બાયોપિક
– અગાઉ ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર એવું નામ નક્કી થયું હતું
મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ ‘ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર’નું ટાઈટલ બદલીને ‘શંકરા’ કરી દેવામાં આવ્યું છે.
આઝાદી પહેલાં બ્રિટિશ રાજ સામે કાનૂની લડત આપનારા વકીલ સી. શંકરન નાયરની આ બાયોપિકનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. તેમાં માધવન તથા અનન્યા પાંડે અક્ષયના સહકલાકારો છે. સી. શંકરન નાયરના પૌત્રએ તેમના વિશે લખેલાં પુસ્તકને આધારે આ ફિલ્મ બની રહી છે.
ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી શરુ થઈ ચૂક્યું છે. જોકે, હજુ મોટાભાગનું શૂટિંગ બાકી છે. આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક કરણ સિંહ ત્યાગી ને સોંપવામાં આવ્યું છે. ફિલ્મમાં અનન્યા પાંડે અક્ષય કુમારની આસિસ્ટન્ટની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે.