સાસણથી કોડીનાર ડિલેવરી આપવા જતાં હોવાનું ખુલ્યું

૯૫૦ ગ્રામ ગાંજો કબજેઃ અન્ય બે સામે ગુનો દર્જ

તાલાલા ગીર: તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામ પાસેથી ગાંજા સાથે બે શખ્શો ઝડપાયા હતા.  પોલીસે ૯૫૦ ગ્રામ ગાંજો,મોટરસાયકલ સાથે કુલ રૂ.૫૨ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાની સપ્લાય કરનાર તથા મંગાવનાર શખ્સો સામે પણ ગુનો દાખલ કરાયો છે.

તાલાલા સી.પી.આઈ રીનાબા જાડેજા તથા પી.એસ.આઇ આકાશસિંહ સિંધવ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.આ દરમિયાન ધાવા ગીર બાજુથી માધુપુર ગીર ગામ તરફ આવતી મોટરસાયકલ ને માધુપુર ચોકડી પાસે ચેકીંગ કરતા મોટરસાયકલ ઉપર આવી રહેલ બંને શખ્શો પાસેથી ગાંજો નીકળતા પોલીસે તોફીક હનીફ બ્લોચ તથા દિપક જીવરાજ મકવાણા (રે.બંને સાસણ ગીર)ની ૯૫૦ ગ્રામ ગાંજો તથા મોટરસાયકલ અને બે મોબાઇલ મળી કુલ રૂ.૫૨ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પૂછપરછ દરમ્યાન ગાંજો સાસણ ગીરના શખ્શ દિનેશ કાંતિ અંસારી રે.સાસણ ગીર પાસેથી ખરીદી કોડીનાર નાં શખ્શ સોયબખાન હુસેનખાન પઠાણ ને આપવા બંને શખ્શો જતા હોવાનું જણાવ્યું હતું.પોલીસે ગાંજો સપ્લાય કરનાર તથા ગાંજો મગાવનાર બંને શખ્સો સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *