હાલાર પંથકમાં તસ્કર રાજ

ધ્રોલમાં રહેણાકમાંથી ૪૫ હજારની રોકડની ચોરી, બેડમાં દુકાનને બનાવાઈ નિશાન, જામનગરમાં યુવાનના મોબાઈલની ઉઠાંતરી

જામનગર: જામનગર જિલ્લામાં તસ્કર રાજ ચાલી રહ્યું છે. જામનગરમાં તળાવની પાળે ફરવા ગયેલા એક યુવાનનો મોબાઈલ ફોન ચોરાયો છે. ધ્રોલમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ ૪૫,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થઈ છે. જયારે બેડમાં આવેલી દુકાનને નિશાન બનાવાઈ હતી.

જામનગર પટેલ કોલોની શેરી નંબર૧૦માં રહેતો કેયુર હિંમતભાઈ નસીત નામનો યુવાન ગઈકાલેલાખોટા તળાવની પાળે ફરવા માટે ગયો હતો. જે દરમિયાન કોઈ તસકરોએ મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ધ્રોલમાં ખારવા રોડ પર ઉમિયા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ ભીમજીભાઈ કાનાણી નામના વેપારીના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતુ.ં અને પોતાના કારખાનાના હિસાબની ૪૫ હજારની રોકડ રકમ ડ્રેસિંગ ટેબલ પર રાખી હતી, તે રકમ કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે. ચોરીનો ત્રીજો બનાવ બેડમાં બન્યો હતો. બેડ ગામના પાટિયા પાસે આવેલી તિરૂપતિ પાન નામની દુકાનના કોઈ તસ્કરોએ શટર ઉચકાવી અંદરથી રૂપિયા સાડા નવ હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *