Pakistani Cricketer Shoaib Malik:  કોઈને કોઈ પાકિસ્તાની ક્રિકેટર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. 

મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન માટે ફરીથી રમવાનો તેનો કોઈ ઈરાદો નથી. શોએબ મલિક વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ તેણે હજુ સુધી નક્કી કર્યું નથી કે, તે તેની T20 કારકિર્દી ક્યારે સમાપ્ત કરશે.

શોએબ મલિકે કહ્યું કે, “ના, હું આટલા વર્ષો રમ્યા પછી ખુશ અને સંતુષ્ટ છું. મને ફરીથી પાકિસ્તાન માટે રમવામાં કોઈ રસ નથી. મેં બે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હું લીગ ક્રિકેટ રમી રહ્યો છું અને મારો સમય પસાર કરી રહ્યો છું. મને જ્યાં પણ રમવાની તક મળે છે, હું તેનો પૂરો લાભ લેવાનો પ્રયત્ન કરુ છું.”

શોએબ મલિકનું ઇન્ટરનેશન ક્રિકેટ પ્રદર્શન

શોએબ મલિકે ટેસ્ટ, વનડે અને ઈન્ટરનેશનલ T20માં કુલ 446 મેચ રમી છે. મલિકે આ 446 મેચોમાં 11867 રન બનાવ્યા છે. શોએબ મલિકે 35 ટેસ્ટ મેચ રમી છે. આ 35 ટેસ્ટ મેચોમાં તેણે 47.7ની સ્ટ્રાઈક રેટથી 1898 રન બનાવ્યા છે. શોએબ મલિકે 287 વનડે મેચ રમી છે. આ 287 મેચોમાં તેણે 81.9ના સ્ટ્રાઈક રેટથી 7534 રન બનાવ્યા છે. આ સિવાય શોએબ મલિક અત્યાર સુધીમાં 124  ઇન્ટરનેશન T20 ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. આ 124 મેચોમાં તેણે 125.6ના સ્ટ્રાઈક રેટથી 2435 રન બનાવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *