કુવાડવા રોડ પરથી પોલીસે ઝડપી લીધા
મુંબઈથી ડ્રગ્સ લાવ્યાની કેફીયત : ૫ હજારના ડ્રગ્સ સહિત રૂા.૧ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ: રાજકોટમાં કુવાડવા રોડ પર જકાતનાકા પાસેથી બી.ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. ઝોન-૨ની ટીમે બાતમીના આધારે બે શખ્સોને રૂા. ૭૫ હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી લઈ પુછપરછ શરૂ કરી છે.
ધરપકડ કરાયેલામાં શાહરૂખ બસીરભાઈ જામ (ઉ.વ.૨૫ રહે, સંજરી ચોક, ગુલાબનગર) અને રાહુલ દિપકભાઈ ગોસાઈ (ઉ.વ.૨૭ રહે, રામવાડી શેરી ન. ૪, ગુલાબનગર, જામનગર), નો સમાવેશ થાયછે. પોલીસે બંનેને કુવાડવા રોડ જકાતનાકા પાસેથી દબોચી લઈ રૂા. ૭૫ હજારના ૭.૫૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત ૩ ફોન અને રોકડ મળી કુલ રૂા.૧.૦૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપી શાહરૂખ ડ્રાઈવીંગ કરે છે. જયારે તેનો મિત્ર રાહુલ ગાડી લે વેચનો ધંધો કરે છે. રાહુલ અગાઉ ૨૦૧૮માં કચ્છના સામખીયાળી પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.
બંને મુંબઈથી ડ્રગ્સલઈ બસમાં જામનગર જવા રવાના થયા હતાં. તે રાજકોટમાં ઉતરતા તેને ઝડપી લીધા હતાં. હાલ વધુ પુછપરછ જારી રખાઈ છે.