રેલનગરના મહાદેવ પાર્કની કરૃણ ઘટના

માવતરના ઘરે પરીણીતાએ એસિડ પી જીંદગી ટૂંકાવીટ્રેન હડફેટે અજાણ્યા પુરૃષનું મોત

રાજકોટ :  રેલનગરમાં અમૃત રેસીડેન્સી-૩ નજીક મહાદેવ પાર્કમાં રહેતાં
સાગરભાઈ મણીભાઈ શ્રીમાળી (ઉ.વ.૩ર)એ આજે ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
લીધી હતી.

પ્ર.નગર પોલીસે જણાવ્યું કે સાગરભાઈ વેપાર કરતા હતા. તેના
પત્ની રિસામણે હતા. જેને તેડવા ગયા હતા પરંતુ નહીં આવતા સંભવતઃ તેને કારણે લાગી
આવતાં આ પગલું ભરી લીધાનું જણાય છે. ખરેખર આજ કારણ છે કે બીજુ કોઈ કારણ તે અંગે
તપાસ કરવામાં આવશે. સંતાનમાં એક પુત્ર છે.

બીજા બનાવમાં જંગલેશ્વર મેઈન રોડ પરની સહજાનંદ સોસાયટીમા
રહેતાં મનિષાબેન વિપુલભાઈ કુંગસીયા (ઉ.વ.૩ર)એ ગઈકાલે રેલનગરના શ્રીનાથજી
પાર્ક-૩માં રહેતાં માવતરને ત્યાં એસિડ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. ૩ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં
અઢી વર્ષની પુત્રી છે. પ્ર.નગર પોલીસે જણાવ્યું કે આપઘાત પાછળનું કોઈ ચોકકસ કારણ
જાણવા મળ્યું નથી.

ત્રીજા બનાવમાં રિધ્ધી સિધ્ધી પૂલ નજીકના રેલ્વે ટ્રેક પર
આજે સવારે અજાણ્યો પુરૃષ ટ્રેન હડફેટે ચડી જતા મૃત્યુ નિપજયું હતું. આજી ડેમ
પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૃ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *