Gujarat Morbi 4 Died |  મોરબી જિલ્લામાં સારી મેઘમહેર વરસવાથી જળાશયોમાં નવા નીરની આળક થઈ છે, જે જીવલેણ સાબિત થવા લાગી છે. મોરબી અને માળિયા તાલુકામાં ત્રણ સ્થળે પાણીમાં યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે ત્રણ યુવાનના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. તે ઉપરાંત મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મોરબી જીલ્લામાં ડૂબી જવાના ત્રણ બનાવો બન્યા હતા જે ત્રણેય સ્થળે ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પ્રથમ બનાવમાં મચ્છુ 2 ડેમના પાણીમાં ડૂબી જતા ચંદુભાઈ નરસીભાઈ અગેચણીયા (ઉ.વ. 40) (રહે કબીર ટેકરી મોરબી)નું મોત થયું હતું બીજા બનાવમાં ઉત્તરપ્રદેશના વતની આકાશ ચંદ્રપાલ વર્મા (ઉ.વ. 25) નામના યુવાન જુના રફાળેશ્વર રોડ પર કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું જયારે ત્રીજા બનાવમાં રાજ્પરથી કુન્તાસી જતા ચેકડેમના પાણીમાં ડૂબી જતા રામજીભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ. 38)નું મોત થયું હતું ફાયર ટીમે ત્રણેય સ્થળે દોડી જઈને મૃતદેહ બહાર કાઢયા હતા અને પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

જયારે ચોથા બનાવમાં શહેરના બાયપાસ પાસે અંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નરભેરામભાઈ આદ્રોજા (ઉ.વ. 34) નામના યુવાન ગત તા. 24 જુલાઈના રોજ જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો તેમજ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *