Women’s Asia cup 2024: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા એશિયા કપની પ્રથમ સેમિ ફાઇનલ રમાઈ હતી. જેમાં ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંઘે તરખાટ મચાવ્યો હતો. ભારતીય મહિલા ટીમે આ ટુર્નામેન્ટમાં તેની ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિ ફાઇનલમાં પણ ભારતીય બોલર્સે તેઓનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. બંને મેચમાં જીતનાર ટીમો રવિવારે ફાઇનલ મેચ રમાશે.

મહિલા એશિયા કપની સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે તેની શરૂઆત સારી રહી ન હતી. ભારતે બાંગ્લાદેશને પહેલી જ ઓવરમાં વિકેટ લઈને મોટો ઝટકો આપ્યો હતો. પાવરપ્લે સુધી બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલિંગ અટેક સામે ટકી શકી નહોતી અને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 80 રન જ બનાવી શકી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ વર્ષે 14 T20 મેચ રમી છે. તેમાંથી તેણે 10 મેચ જીતી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની મેચની વાત કરીએ તો તેમની વચ્ચે અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ છે. જેમાંથી 19માં ભારતીય ટીમ વિજેતા રહી હતી.

રેણુકાની ત્રણ વિકેટ 

ભારત તરફથી રેણુકા સિંઘની બોલિંગ શાનદાર રહી હતી. તેની પહેલી જ ઓવરમાં ચોથા બોલે વિકેટ મળી હતી. ત્યાર પછી ભારતીય મહિલા ટીમે ઇનિંગ્સના અંત સુધી બાંગ્લાદેશ પર પોતાની પકડ જાળવી રાખી હતી. રેણુકાએ પોતાની 4 ઓવર્સમાં માત્ર 10 જ રન આપ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી. રેણુકા ભારતની સાતત્યસભર ફાસ્ટ બોલર છે જેને મહિલા ક્રિકેટમાં બુમરાહ જેવુ કામ કરી આપવા માટે વખાણવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *