Image: Facebook

Sri Lanka vs India T20I: ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ ખૂબ વધુ ખાસ થવાની છે. સૂર્યા આ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે, પરંતુ ફુલ ટાઈમ કેપ્ટન તરીકે આ તેની પહેલી સિરીઝ છે. આ સિવાય હેડ કોચ ગૌતમ ગંભીરની સાથે પણ તેનો આ સંબંધ કંઈક અલગ છે. સૂર્યા કેકેઆરમાં ગંભીરની કેપ્ટનશિપમાં રમી ચૂક્યો છે અને તેણે કહ્યું કે ત્યારથી તેની અને ગંભીરની વચ્ચે સંબંધ ખૂબ મજબૂત રહ્યો છે. બીસીસીઆઈએ સૂર્યાનો એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેપ્ટનશિપ અને હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને ખુલ્લા મને વાત કરી છે. 

તે વીડિયોની શરૂઆત મસ્ત અંદાજમાં કરતાં કહે છે, ‘પહેલા તો હું એ કહેવા માગુ છું કે દિલીપ સર ત્યાંથી મારી રહ્યાં છે શોટ તો આપણે થોડું બીજી તરફ આવી જવું જોઈએ.’ તે બાદ તે કહે છે, ‘દોલત છે, શોહરત છે… ઈજ્જત છે.’

ક્રિકેટર બનીને શું શીખ્યો?

સૂર્યાએ આ મુદ્દે કહ્યું, ‘મને લાગે છે જે આ રમતથી મે સૌથી મહત્વની વાત શીખી છે, તે એ છે કે તમે કેટલા હમ્બલ છો, ભલે તમે ઘણું બધું મેળવી લીધું હોય કે પછી જ્યારે તમે સારું પ્રદર્શન કરી રહ્યાં ન હોવ. મે શીખ્યું છે કે જ્યારે તમે મેદાન પર કંઈ કર્યું હોય છે તો તેને તમારે મેદાન પર જ છોડીને આવવાનું હોય છે. આ તમારું સંપૂર્ણ જીવન નથી, આ તમારા જીવનનો એક ભાગ છે, તો એવું ન થઈ શકે કે જ્યારે તમે સારું પ્રદર્શન કરી રહ્યાં હોવ તો તમે ટોપ પર રહો અને જ્યારે તમે સારું પ્રદર્શન કરી શકતા નથી તો અંડરગ્રાઉન્ડ થઈ જાવ, મને એવું લાગે છે કે આ એક બાબત તમારે ખેલાડી તરીકે કરવી જોઈએ નહીં, હું માત્ર ક્રિકેટની વાત કરી રહ્યો નથી પરંતુ તમામ રમતની વાત કરી રહ્યો છું. તેનાથી મને પોતાના જીવનમાં બેલેન્સ જાળવી રાખવામાં મદદ મળી છે અને જો તમે સારા માણસ છો તો તમારી સાથે સારું જ થશે.’

હંમેશાથી લીડર બનવું સારું લાગે છે

સૂર્યાએ કહ્યું, મને મેદાન પર લીડર બનવામાં હંમેશા મજા આવે છે, જો હું કેપ્ટન ના હોવ તો પણ મે અલગ-અલગ કેપ્ટનથી ખૂબ જુદી-જુદી વાતો શીખી છે. તો કેપ્ટન બનીને સારું લાગી રહ્યું છે અને આ મોટી જવાબદારી પણ છે. 

સૂર્યકુમાર યાદવે ગૌતમ ગંભીર વિશે શું કહ્યું?

આ જે સંબંધ છે, તે ખૂબ ખાસ છે, કેમ કે જ્યારે હું 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો હતો, તો હું તેમની કેપ્ટનશિપમાં રમ્યો, તે મારા માટે ખાસ હતું કેમ કે ત્યાંથી મારા માટે તક બનતી ગઈ. પેલું કહેવાય છે ને કે તમે ત્રણ પગલા ચાલ્યા, સામેની વ્યક્તિ પણ બે પગલા ચાલી અને વચ્ચે ક્યાંક મળી ગયાં. તો આવો સંબંધ હતો અને હજુ પણ બધું જ તેમનું તેમ જ સ્ટ્રોન્ગ છે પરંતુ તેમને ખબર છે કે હું કેવી રીતે કામ કરું છું, જ્યારે હું પ્રેક્ટિસ માટે આવું છું તો મારું માઈન્ડસેટ કેવું હોય છે, તે કોચ તરીકે શું કરવા ઈચ્છે છે, મને ખબર છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *