ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ
લીંબડી, વરોડ સહિતના વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગે વરસાદની કરી હતી આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે મધ્ય ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દાહોદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં લીંબડી, વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે ક્યાં કરી છે વરસાદની આગાહી
નોંધનીય છેકે, હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ઉનાળામાં વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.