દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદલીમડી, ઝાલોદમાં કમોસમી વરસાદવરોડ, મીરાખેડી, કારઠ વિસ્તારમાં વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે દાહોદ જિલ્લાના કેટલાંક ભાગોમાં સતત બીજા દિવસે બપોરના સમય ફરી વરસાદ શરૂ થયો છે. જેમાં લીમડીથી લઈ ઝાલોદમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. જેમાં તૈયાર પાકને નુકસાન થવાની ચિંતા વધી છે.
ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં લીમડી ઝાલોદમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરોડથી મીરાખેડી તેમજ કારઠ વિસ્તારમાં વરસાદના વરસી રહ્યો છે. જેના કારણે આજે બપોરના સમયે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ત્યારે APMC માં રહેલા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાનની વેપારીઓમાં ચિંતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી
નોંધનીય છેકે, હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે..
આ ઉપરાંત હવામાન વિભાગે 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ઉનાળામાં વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *