Image Twitter
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. એટલે તેઓ ચૂંટણી પ્રચારથી દૂર રહેશે. તેમની આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓના ઘણા મોટા નેતાઓ પણ હાલમાં જેલમાં છે અને ચૂંટણીથી દૂર છે. સત્તાધારી પક્ષ ભાજપ સતત ત્રીજીવાર તેમની સરકાર બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે વિરોધ પક્ષ અન્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોઈ તેમના નેતાને બચાવવા માટેના વિવિધ પ્રયાસ કરી રહ્યા છે, કેટલાક પક્ષને તૂટતો બચાવવાના પડકારનો સામનો કરી રહ્યા છે, તો વળી કેટલાકના ખાતા ફ્રીઝ કરવામાં આવેલ હોવાના કારણે કાનૂની લડાઈમાં ફસાયેલા છે.
વિરોધ પક્ષ અને તેમના નેતાઓ સતત કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવી રહ્યા છે. કોંગ્રેસ, AAP અને અન્ય પક્ષોનો આરોપ છે કે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદથી ચૂંટણી પર અસર પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ચૂંટણીમાં અસમાનતા પેદા કરી રહી છે : પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર
વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત હવે ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે હાલમાં જે રીતે IT (Income Tax) અને ED (Enforcement Directorate) એ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે, તે ચૂંટણીમાં અસમાનતા પેદા કરી રહી છે. એટલે દરેક પાર્ટીઓ માટે ચૂંટણી મેદાન એક સરખું નથી.
ત્રણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોમાંથી દામિનીનાથે પત્રકારો સાથે વાત કરે છે. એસ.વાય કુરેશી સિવાય બે મુખ્ય ચૂંટણી કમિશનરોએ નામ જાહેર ન કરવાની વિનંતી કરી છે.
કોંગ્રેસ પોતાના પૈસા બચાવવાની લડાઈમાં લાગેલી છે
ગત શનિવારે 30 માર્ચના રોજ કોંગ્રેસે કહ્યું કે તેમને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી વર્ષ 2014-2015 અને 2016-2017 માટે નોટિસ મળી છે. નોટિસમાં રુપિયા 1,745 કરોડનો ટેક્સ જમા કરવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ 1994-1995 અને 2017-2018 માટે નોટિસ આવી હતી. જો આપણે જૂની અને નવી નોટિસની રકમને જોડીએ તો આઈટી વિભાગે કુલ રુપિયા 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે. આ સિવાય IT વિભાગે જૂના લેણાં પેટે કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.
કોંગ્રેસને ITની નોટિસ પર મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?
ચૂંટણી પંચ (EC) ના પૂર્વ પ્રમુખોના કહેવા પ્રમાણે, આ પ્રકારની કાર્યવાહીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં હસ્તક્ષેપ તરીકે જોઈ શકાય છે અને ચૂંટણી પંચે એકવાર એજન્સીઓ સાથે બેઠક કરીને એ જાણવું જોઈએ કે, IT વિભાગ ટેક્સ ડિમાન્ડને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તેને મોકૂફ ન રાખી શકે?
આ ત્રણ મહિના પછી કરી શકાય છે : પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીએ વાત કરતાં કહ્યું, “મને વ્યક્તિગત રુપે લાગે છે કે ચૂંટણી પંચ ચોક્કસપણે તેને રોકી શકે છે, કારણ કે ચૂંટણી અવસરને અસર કરી રહ્યું છે. ચૂંટણી પંચની અંદર હંમેશા ચૂંટણી દરમિયાન ટાળી શકાય તેવી કાર્યવાહીને ટાળવાના સિદ્ધાંતનું પાલન કર્યું છે. એ પૂછવું જ જોઈએ કે શું ચૂંટણી સમયગાળા આવી બાબતોને મોકૂફ રાખવાથી કોઈ ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થાય છે? આ કિસ્સામાં કોઈ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન નથી. આ ત્રણ મહિના પછી કરી શકાય છે.
ચૂંટણીમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિ માટે એક સમાન અવસર મળવો જોઈએ
અન્ય એક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે: “અમારા સમય દરમિયાન આયોગમાં આવી પરિસ્થિતિઓ ક્યારેય ઊભી થઈ ન હતી, એટલે તેના પર આયોગે કોઈ પગલાં લીધાં તેનું કોઈ ઉદાહરણ આપવું મુશ્કેલ છે. જો કે, આદર્શ આચાર સંહિતાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ચૂંટણીમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિ માટે એક સમાન અવસર મળવો જોઈએ. જો ચૂંટણી પ્રચાર દરમિયાન ટેક્સ એજન્સીઓ મુખ્ય વિપક્ષી પાર્ટીને નોટિસો જારી કરતી રહે છે, તેમના ખાતા ફ્રીઝ કરતી રહે છે અને તેમાંથી પૈસા પણ કાપતી રહે છે, તો પંચે નક્કર કારણો માટે CBDT(સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) ને ઠોસ કારણ પૂછવું જોઈએ કે, શું આપણે ચૂંટણી સુધી રાહ કેમ ન જોઈ શકીએ? “આ આયોગ અને સીબીડીટી વચ્ચે એક બેઠક દ્વારા થઈ શકે છે.”
નેતાઓ સામેની કાર્યવાહી પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?
છેલ્લા કેટલાક મહિનાઓમાં EDએ અલગ-અલગ કેસોમાં વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી છે, અને તેમની સામે તપાસ હાથ ધરી છે, સમન્સ જારી કરી છે અને ધરપકડ કરી છે. સૌથી વધુ ધરપકડ ગયા અઠવાડિયે કરવામાં આવી હતી, જેમા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આ મહિનાની શરૂઆતમાં દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવાયા
તો આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. EDની કસ્ટડી પૂરી થયા બાદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા ઈડીએ વધુ કસ્ટડીની માંગ કરી ન હતી, ત્યારબાદ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. કેજરીવાલને તિહાડ જેલની બેરેક નંબર 2 માં રાખવામાં આવશે.
કેજરીવાલે રામાયણ, ગીતા અને ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડીસાઈડ’ પુસ્તક માટે માગણી કરી
કેજરીવાલ સાથે બીજા કોઈને નહીં રાખવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે તેમની બેરેકની ચોવીસ કલાક સીસીવીટી કેમેરાથી નજર રાખવામાં આવશે. કેજરીવાલે રામાયણ, ગીતા અને નીરજા ચૌધરીના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડીસાઈડ’ની માગણી કરી છે. આ સિવાય દવાઓને જેલમાં રાખવા માટે પરવાનગી માંગવામાં આવી છે.