Cricket News : IPL 2024ના 22માં મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું છે. ચેપૉકમાં રમાયેલી આ મેચમાં કોલકાતાની ટીમ પહેલાથી રમ્યા બાદ 137 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી ટાર્ગેટ હાંસલ કરી દીધો.
ચેન્નઈ માટે રવિન્દ્ર જાડેજા અને તુષારદેશ પાંડેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી. તો શિવમ દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા. તો ડેરેલ મિચેલે 25 અને રચિન રવીન્દરે 15 રન બનાવ્યા. કેકેઆર માટે વૈભવ અરોરાએ 2 અને સુનીલ નરેને 1 વિકેટ ઝડપી. આ સીઝનમાં ચેન્નઈની આ ત્રીજી જીત છે, જ્યારે કોલકાતાની આ પહેલી હાર છે.
કોલકાતાની આ સીઝનમાં પહેલી હાર
ચેન્નઈ ટીમ આ મેચ પોતાના નામ કરી જીતના પાટા પર આવી છે. ચેન્નઈ ટીમે અત્યાર સુધી સીઝનમાં 5માંથી 3 મેચ જીતી અને 2 હાર્યું છે. બીજી તરફ શ્રેયસની કેપ્ટનશીપ વાળી કોલકાતા ટીમની આ સીઝનની પહેલી હાર છે. તેમણે શરૂઆતની ત્રણેય મેચ જીતી છે.