Hardik Pandya Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પંડ્યા બ્રદર્સ સાથે મળીને ભજન ગાતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે બંને ભાઈ ભક્તિના રંગમાં રંગાયા છે. બંનેએ શાનદાર કુર્તા પહેર્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. હાર્દિક પંડ્યા ભજન પર ઝૂમતા નજરે પડી રહ્યા છે. બંને ભાઈ હાથ મિલાવીને ‘હરે રામા હરે કિષ્ના’ ભજન ગાઈ રહ્યા છે.
જોવામાં આવે તો જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા છે, ત્યારથી તેની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. સ્ટેડિયમ અને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને ટ્રોલ કરતા નજરે આવી રહ્યા છે. તેવામાં આ વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે મહાદેવની ભક્તિમાં ડુબેલો નજરે આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે ક્રુણાલ પંડ્યા પોતાના દીકરા સાથે હાજર છે. પછી બંને ભાઈ એકસાથે ભજનમાં નાચી રહ્યા છે.
આ વીડિયો મુફદ્દલ વોરાએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ત્યારે આ વીડિયો પર કેટલાક લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જોવામાં આવે તો કેટલાક મહિનાઓ બાદ હાર્દિક માટે લોકોનું વલણ પોઝિટિવ રહ્યું છે. આ વીડિયો પર એક યૂઝરે લખ્યું કે, ‘ખુબ સારો વીડિયો છે.’ બીજાએ કહ્યું- ‘અદભુત છે.’