– કીર સ્ટારમેર શુદ્ધ શાકાહારી છે

– તેઓ ડાબેરી મૂળ ધરાવતા હોવા છતાં ‘મધ્યમ માર્ગી’ જૂથ સાથે પણ ઘણા સારા સંબંધો ધરાવે છે

લંડન : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વ્હીગ (લેબર પાર્ટી) વિજયી થઈ છે અને ટોરી (કન્ઝર્વેટિવ) પાર્ટીના ઋષિ શુનકે વિદાય લીધી છે હવે ‘વ્હીગ’ નેતા કીર સ્ટેરમેર ધૂરા સંભાળી લેશે.

૧૯૬૨માં ઓજારો બનાવનારા અને નર્સિંગ હાઉસ સર્વિસ (એન.એચ.એસ.)માં કામ કરતા માતાના તેઓ પુત્ર છે. માત્ર ૧૬ વર્ષની વયે જ લેબર-પાર્ટીની યુવા પાંખ ‘યંગ સોશ્યાલિસ્ટ’ સાથે જોડાઈ તેઓએ રાજકીય કારકીર્દી શરૂ કરી હતી.

તેઓ યુનિવર્સિટી ઑફ લીડ્સના લૉ ગ્રેજ્યુએટ છે પછી તેઓએ ઓક્સફર્ડમાં ‘બેચલર ઓફ સિવિલ લૉ’ની ડિગ્રી પ્રાપ્ત કરી તે પછી કેટલાક સમયે તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા પરંતુ તે પૂર્વે ‘હ્યુમન- રાઇટ્સ બેરિસ્ટર’ તરીકે તેઓ ખ્યાતનામ બની ગયા હતા.

તેઓ ઉત્તર- આયર્લેન્ડના પોલિસિંગ બોર્ડના સલાહકાર પદે પણ નિયુક્ત થયા હતા અને ૨૦૦૨માં તેમને ‘ક્વીન્સ કાઉન્સિલ’ પદે નિયુક્ત કરાયા ૨૦૦૮થી ૨૦૧૩ દરમ્યાન તેઓએ ‘ડીરેક્ટર ઓફ પબ્લિક પ્રોટીક્યુશન્સ’ તરીકે ‘સ્ટીફેન લોરેન્સ મર્ડર’ જેવા હાઇપ્રોફાઇલ કેસો પણ લડયા હતા.

૨૦૧૫માં તેઓ હૉલબોર્ન અને સેન્ટ મેનક્રાસીસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૬માં સ્ટારમેરે ‘બ્રિટન- સ્ટ્રોંગર’ આંદોલનને સમર્થન આપ્યું હતું જે બેટ્રિક્સ રેફરેન્ડમ સમયે ઉપસ્થિત થયું હતું. ત્યાર પછી તેઓએ ‘સેકન્ડ રેફરેન્ડમ’ (દ્વિતીય લોકમત) માટે પણ તરફદારી કરી હતી.

ઉલ્લેખનીય તે છે કે, તેમણે લેબર પાર્ટીને ‘કોર્વિન યુગ’માંથી બહાર કાઢી માત્રને માત્ર ડાબેરી ઝૂકાવને બદલે મધ્યમ માર્ગીય (સેન્ટ્રીસ્ટ) જૂથ સાથે પાર્ટીએ નિકટતા રાખવી જોઈએ તેવો અનુરોધ કર્યો તેથી ઘણા તેમને જમણેરી પણ કહેવા લાગ્યા હતા અને સત્તા માટે તેઓ જમણેરી બની ગયા છે તેઓ એવો આક્ષેપ પણ કરતા હતા.

તેઓની નીતિઓના મુખ્ય બિંદુઓ આ પ્રમાણે છે:

(૧) આર્થિક સ્થિરતા તેઓની સર્વપ્રથમ પ્રાથમિકતા છે. વધુ પડતા ખર્ચ બંધ કરી નાણાંકીય જવાબદારીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું.

(૨) નર્સિંગ હાઉસ સર્વિસ (એનએચએસ) સુવ્યવસ્થિત કરવી તે ક્ષેત્રમાં સ્ટાફની ઉણપને પહોંચી વળવા ૪૦,૦૦૦ જેટલી વધારાની સાયંકાલીન વીકએન્ડ નિમણૂંકો કરવી.

(૩) બોર્ડર સિક્યોરિટીને સૌથી વધુ પ્રાધાન્ય આપવું ગેરકાયદેસર વસાહતીઓને રોકવા બોર્ડર સિક્યોરિટી કમાન્ડ રચવો તેમજ ઇ.યુ. વસાહતીઓનો ક્વોટા નિશ્ચિત કરવો.

(૪) ગ્રેટ બ્રિટન એનર્જીની રચના કરવી અને ગ્રીન એનર્જી તરફ વળવું.

(૫) લૉ એન્ડ ઑર્ડર, મજબૂત બનાવી એન્ટી સોશ્યલ એલિમેન્ટસને દબાવી દેવા.

(૬) શિક્ષણ તંત્રમાં શિક્ષકોની અછત છે જે દૂર કરવા ૬,૫૦૦ નવા શિક્ષકો નિયુક્ત કરવા.

(૭) વિદેશ નીતિ : ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપવી અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા.

(૮) ઇઝરાયલને શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો (આ દ્વારા) પેલેસ્ટાઇનની સ્વીકૃતિ તરફ પહેલું પગલું ભરવા વિચાર્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *