– કાશ્મીર તે ભારત- પાક. વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે : વ્હીગ
– જેરેમી કોર્બીનના નેતૃત્વમાં લેબર પાર્ટીએ (વ્હીગે) સપ્ટે.- 2019માં પ્રસ્તાવ પસાર કરી અંતર રાષ્ટ્રીય નિરીક્ષકો કાશ્મીર મોકલી લોકોનો ઐચ્છિક મત જાણવા કહ્યું હતું
લંડન : બ્રિટનના વડાપ્રધાન તરીકે કીર સ્ટારમેરને સૌથી પહેલો પડકાર લેબર (વ્હીગ) પાર્ટીના ભારત સાથેના સંબંધો સુધારવાનો રહેશે. વાસ્તવમાં તેમની પાર્ટીએ પહેલા કાશ્મીર અંગે જે ટિપ્પણીઓ કરી હતી તેથી બ્રિટન- ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
પહેલા આ ‘વ્હીગ’ પાર્ટીએ કાશ્મીર અંગે કરેલા નિવેદનોથી હવે, તદ્દન વિરૂદ્ધના જ નિવેદનો તેણે શરૂ કર્યા છે.
પૂર્વે જેરેમી કોર્બીનનાં નેતૃત્વ નીચે લેબર પાર્ટીએ (વ્હીગે) સપ્ટેમ્બર ૨૦૧૯માં પ્રસ્તાવ પસાર કરી અંતરરાષ્ટ્રીય નિરીક્ષકો કાશ્મીરમાં મોકલી ત્યાંના લોકોનો આત્મ-નિર્ણય જાણવા અનુરોધ કર્યો હતો. સાથે ભારત અને પાકિસ્તાનના હાઇકમિશનરોએ મળી, સાથે બેસી મધ્યસ્થતા નિશ્ચિત કરી ત્યાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સ્થપાય તે જોવા પણ કહ્યું હતું જેથી (બંને દેશો વચ્ચે) પરમાણુ યુદ્ધ થતું અટકાવી શકાય. તેમ પણ કહ્યું હતું.
આ સૂચનનો ઉગ્ર વિરોધ કરતા ભારતે કહ્યું હતું કે, ‘તે કથનો માત્ર ને માત્ર વોટ બેન્કને ખુશ કરવા માટે જ કરવામાં આવ્યા છે તે વિધાનો મૂળભૂત રીતે જ અનૈતિક છે અન્ય દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ સમાન છે.’
હવે પરિસ્થિતિ બદલાઈ છે સ્ટારમેર, વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર સાથેના સંબંધોમાં કોઈ પણ ખોટું પગલું ભરવા તે તૈયાર નથી. અને પાર્ટીએ પહેલા ભરેલા ખોટા પગલા સુધારવા માગે છે. સાથે વ્યાપારી કરારો દ્વારા લેબર પાર્ટી ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી કરવા માંગે છે તેમ તે પાર્ટીના ‘ચૂંટણી ઘોષણાપત્ર’માં જ જાહેર કરવામાં આવ્યું હતું આ રીતે લેબર પાર્ટી બ્રિટન સ્થિત ઇડિયન કોમ્યુનિટીનો પણ વિશ્વાસ પ્રાપ્ત કરવા માંગે છે અને કહે છે કે, કાશ્મીર પ્રશ્ન તે ભારત- પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી મુદ્દો છે.