543 વિદ્યાર્થીને શૈક્ષણિક કિટ, ચપ્પલ અને ગણવેશનું વિતરણ
અમદાવાદ સ્થિત રસના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીએસઆર એક્ટિવિટિ
ડૉ. રોહિત સંઘાણી અને તેઓને ટીમ દ્વારા ગણવેશ, ચપ્પલ અને રાહતદરે વેચાણ થતી 25000 નોટબુક અપાયા હતા

માતા-પિતા વિનાના અને વિધવા માતાના સંતાનોને લીમખેડા તાલુકાની ચૈડીયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર દ્વારા શૈક્ષણિક સહાય કીટ વિતરણ કાર્યક્રમ તા.30 જુને યોજાયો હતો. જેમાં 543 બાળકોને સ્કૂલબેગ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, કંપાસ બોક્સ, ચંપલ અને ગણવેશનું વિતરણ કરાયું હતું.

અમદાવાદ સ્થિત રસના પ્રા. લિ.ના CSR એક્ટિવિટી અંતર્ગત નોટબુકો અને સેવા પરિવારના ટ્રસ્ટીને રસના પ્રોડક્ટના ગિફ્ટ હેમ્પર અપાયા હતા. જેમાં આશિષ પટેલ (CSR. સંચાલક), અમિત પટેલ (RBH) સતિષ ભગેલ અને પંકજ બજાણીયા તેમની ટીમ હાજર રહી હતી. શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ડો. પ્રકાશ કુર્મી, ડૉ .સોનિયા ખન્ના દ્વારા સ્કૂલબેગ અને બધા જ બાળકો તથા વાલીઓ માટે ભોજન આપ્યું હતું. વિમલ પંચાલ દ્વારા સ્ટેશનરી, ડૉ. રોહિત સંઘાણી અને તેઓને ટીમ દ્વારા ગણવેશ, ચપ્પલ અને રાહતદરે વેચાણ થતી 25000 નોટબુક અપાયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *