આતંકવાદીઓના મૃતદેહો પાસેથી ઘણા મોટા પ્રમાણમાં શસ્ત્રો દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા
ક્વેટા: છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના અશાંતિગ્રસ્ત વિસ્તારો ખૈબરપખ્તુનવા અને બલુચીસ્તાનમાં બનેલા બે જુદા જુદા બનાવોમાં વરિષ્ટ પોલીસ અકિારી સહિત કુલ છ સલામતી રક્ષકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૨ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
આ માહિતી આપતાં પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોની મીડીયા વિંગ ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રીલેશન્સ (આઈએસપીઆર) દ્વારા જણાવવામાં આવ્યું છે કે બલુચીસ્તાનમાં જ આતંકવાદીઓને બે જુદા જુદા બનાવોમાં ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે ખૈબર પખ્તુનવામાં, આવેલા ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના તાલુકા ફુલાચીમાં આવેલા કોટ સુલ્તાન વિસ્તારમાં ૮ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
આ આતંકીઓના મૃતદેહો પાસેથી સલામતીદળોએ શસ્ત્રો કારતૂસો દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો હાથ કર્યો હતો.
ખૈબર પખ્તુનવાના બાકી મારવત ગામ પાસે આતંકીહુમલામાં એક ડીએસપી અને બે કોન્સ્ટેબલ્સ શુક્રવારે રાત્રે માર્યા ગયા હતા.
આ માહિતી આપતાં પોલીસ સાનો જણાવે છે કે પોલીસે પેશાવર કરાચી હાીવે ઉપર ઇદ-ઉલ-ફીત્રના તહેવારે શાંતિ જળવાય તે હેતુથી ઠેર ઠેર ચેક પોસ્ટ રાખ્યા હતા. ત્યારે ડીએસપી ગુલ મોહમ્મદ અને બે પોલીસ કર્મીઓ તે વ્યવસ્થા તપાસી પાછા ફરાત હતા, ત્યારે આતંકીઓએ હુમલો કરતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.
નિરીક્ષકો કહે છે કે વાસ્તવમાં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરનો માર્ગ અહીં પાસેથી પસાર થાય છે. પાકિસ્તાનીઓને તે કોરીડોરનો વિરો છે તેથી આ હુમલાઓ થાય છે.