Image : Envato
Mozambique Boat Sank : દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાંથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર આ બોટ 130 લોકો સાથે નમપુલા પ્રાંતના એક ટાપુ તરફ જઈ રહી હતી. પરંતુ, આ દરમિયાન અકસ્માતનો ભોગ બનતાં મોટી હોનારત સર્જાઈ હતી. આ બોટ પહેલા ફિશિંગ વેસલ હતી. એવું કહેવાય છે કે મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં 181માં ક્રમે આવે છે અને ત્યાં ભારતીયોની વસતી પણ આશરે 70000ની આસપાસ છે.
બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હાજર હતા
અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટ તેની ક્ષમતા કરતાં વધુ લોકોને લઈ જવાને કારણે ડૂબી ગઈ હતી. આ સિવાય બોટ પેસેન્જર પરિવહન માટે ઉપયોગી નહોતી. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ હતા. તેમને બચાવવાના પ્રયાસો છતાં હજુ સુધી માત્ર 5 જ બચી શક્યા છે. બાકીના લોકોને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ દરિયાની સ્થિતિ આ કામમાં મુશ્કેલી ઉભી કરી રહી છે.