– બે નિવડેલા કલાકારો એકસાથે સ્ક્રીન પર દેખાશે
– સ્મોલ ટાઉનનાં કપલ પરની ફિલ્મનું દિગ્દર્શન મહારાણી સીરીઝના સર્જક કરણ શર્મા કરશે
મુંબઇ: રાજકુમાર રાવ અને ઓટીટીના સંખ્યાબંધ પ્રોજેક્ટસ દ્વારા ટોચની ઓટીટી સ્ટાર બની ચુકેલી વામિકા ગબ્બી હવે એક રોમાન્ટિક કોમેડીમાં સાથે દેખાવાનાં છે.
દિનેશ વિજન આ ફિલ્મ બનાવી રહ્યા છે ‘મહારાણી’ સીરીજના દિગ્દર્શક કરણ શર્માને જ આ ફિલ્મનું સુકાન સોંપાયાનું જાણવા મળે છે.
આ ફિલ્મ નાનકડાં શહેરમાં રહેતાં એક કપલ પર આધારિત હશે.
રાજ કુમાર રાવ એક ઉમદા અભિનેતા ગણાય છે. બીજી તરફ વામિકા ગબ્બી ‘જ્યુબિલી’ અને ‘ગ્રહણ’ સહિતની સીરીઝના કારણે ઓટીટીના દર્શકોની માનીતી હિરોઈન બની ચુકી છે. આ બંને નિવડેલા કલાકારોની જોડી મોટા પડદે એકસાથે દેખાઈ રહ્યા હોવાથી તેમના ચાહકો રાજી થયા છે.
ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરાયું નથી. ફિલ્મ આગામી મહિનાઓમાં ફલોર પર જઈ શકે છે.