ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો
બોગસ તબીબને ઝડપી કાર્યવાહી હાથ ધરી
આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો જથ્થો સીઝ કર્યો

દાહોદના જેસવાડામાંથી બોગસ તબીબ ઝડપાયો હોવાની માહિતી મળી આવી છે. આ તબીબ પાસે કોઈ જ ડિગ્રી ન હોવા છતાં પણ આ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તબીબને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ શરૂ

દાહોદના જેસવાડામાં આ ઘટના બની હતી જેમાં એક તબીબ ડિગ્રી ના હોવા છતાં પણ જેસવાડા ખાતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. જે બાદ જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પ્રકારે જે કોઈ બોગસ તબીબો હોય તેની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ ડ્રાઈવ અંતર્ગત જેસવાડામાંથી એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો.

બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો

ઘટનાની જાણ થતાં ગરબાડા તાલુકા તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, આરોગ્ય વિભાગ દ્વારા આ તબીબ પાસેથી મળી આવેલ દવાઓનો જથ્થો સીઝ કરી લીધો હતો. જે બાદ આ બોગસ તબીબને ઝડપીને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

ફરી એકવાર બોગસ તબીબ ઝડપાયો

મહત્વનું કહી શકાય કે, આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જામનગર, મહીસાગર ,બોરસદ અનેક જગ્યાઓ પર આ પહેલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તબીબો પાસે તબીબની ડિગ્રી ના હોવા છતાં પણ તે આ પ્રકારે લોકોના આરોગ્યા સાથે ચેડાં કરી રહ્યા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *