Surat Awas House : સુરત શહેરમાં સફાઈની કામગીરી કરી શહેરની સ્વચ્છતામાં અગ્રેસર લાવનારા પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓના આવાસમાં જ પારાવાર ગંદકી થઈ રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં આનંદ મહેલ રોડ પર પાલિકાના આવાસમાં પારાવાર ગંદકી પેસેજમાં ડ્રેનેજના પાણી વહેતું હોવાથી વસવાટ કરતા લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે. આ ઉપરાંત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે બનાવેલા આવાસ ભાડે અપાયાની ફરિયાદ થઈ રહી છે. આવી અનેક ફરિયાદ હોવા છતાં પણ આ જગ્યાએ સફાઈ કરવામાં આવતી નથી.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આનંદ મહલ રોડ પર પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે આવાસ બનાવવામા આવ્યા છે. આ કેમ્પસમાં છેલ્લા કેટલાક વખતથી ભારે ગંદકી ફેલાઈ રહી છે. સુરત પાલિકાના સફાઈ કર્મચારીઓ માટે આનંદ મહલ રોડ પર આવાસ બનાવવામા આવ્યા છે. પરંતુ તેમાં હાલ ગંદકીની સમસ્યા વધી રહી છે. આ અંગે પાલિકાને ફરિયાદ કરવામાં આવી છે કે ચોથા વર્ગના કર્મચારીઓ માટે આવાસ બનાવવામાં આવ્યા છે તે આવાસમાં કર્મચારીઓ ભાગ્યે જ રહે છે મોટા ભાગના આવાસ ભાડે આપી દેવામા આવ્યા છે. કેટલાક આવાસમાંથી ગંદકી ફેલાઈ રહી છે અને તેના કારણે પેસેજમાં પણ ગંદા પાણી ફેલાઈ રહ્યાં છે. જેના કારણે આ આવાસમાં કેટલાક સફાઈ કર્મચારીઓ રહે છે તેમના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે.
કેટલાક કર્મચારીઓએ આવાસ ભાડે આપી દીધા છે પરંતુ અન્ય કર્મચારીઓની હાલત કફોડી થઈ રહી છે. તેથી તાકીદે ગંદકીની સફાઈ કરાવવા સાથે જવાબદાર સામે પગલાં ભરવા માટેની માગણી થઈ રહી છે.